Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

RSSનો વળતો જવાબ

RSS શાખામાં બહેન પ્રિયંકાને મોકલે રાહુલ ગાંધીઃ પછી જોવે મહિલાઓ સાથે કેવું વર્તન થાય છે

RSS શાખામાં બહેન પ્રિયંકાને મોકલે રાહુલ ગાંધીઃ પછી જોવે મહિલાઓ સાથે કેવું વર્તન થાય છે

   નવી દિલ્હી તા. ૧૨ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના તે નિવેદનનો વળતો જવાબ આપીને કર્યો. જેમાં તેઓએ કહ્યું હતું કે, આરએસએસમાં મહિલાઓની સાથે ભેદભાવ કરવામાં આવે છે. રાહુલ ગાંધીના નિવેદનનું ખંડન કરીને આરએસએસ વિચારક રાકેશ સિન્હાએ રાહુલની બહેન પ્રિયંકા ગાંધીને આરએસએસના એક સેશનમાં ભાગ લેવાનું આમંત્રણ કર્યું છે અને કહ્યું કે, તેઓ ખુદ આવીને જુએ કે આરએસએસમાં મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે.

   ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર મહિલાઓની સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીના આ નિવેદનની ટીકા કરીને સિન્હાએ કહ્યું કે, તેઓ આવું નિવેદન આપીને મહિલાઓનું અપમાન કર્યું છે.

   સૂત્રોના જણાવ્યા મુજબ એએનઆઇએ સિન્હાને કહ્યું, રાહુલ ગાંધીએ શોર્ટસ પર ટીપ્પણી કરીને મહિલાઓનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધી આરએસએસ વિશે કંઇ પણ જાણતા નથી. હું પ્રિયંકા ગાંધીને આરએસએસ શાખામાં આવવાનું આમંત્રણ આપું છું ત્યારે તેઓને સમજાશે કે મહિલાઓ અને તેઓના સમ્માન પર આરએસએસનો દ્રષ્ટિકોણ શું છે. સાથે જ તેઓએ કહ્યું કે, ૯૦ વર્ષ જુના સંગઠનનું મહત્વ જાણ્યા વગર તેઓએ આટલા નીચા સ્તરનું નિવેદન આપવું જોઇએ નહીં.

 (04:05 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો