Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

બેટી બચાવો - બેટી પઢાવો પોસ્ટરમાં અલગાવાદી નેતાનો ફોટો છાપ્યો

આ ભૂલ માટે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરાયો

બેટી બચાવો - બેટી પઢાવો પોસ્ટરમાં અલગાવાદી નેતાનો ફોટો છાપ્યો

   શ્રીનગર તા.૧૨ : કાશ્મીરની અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીની તસવીર 'બેટી બચાઓ બેટી પઢાઓ' કેમ્પેઇનમાં ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા, મહેબૂબા મુફ્તી અને કિરણ બેદીની તસવીરો સાથે મુકવામાં આવતા મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. જોકે આ મામલામાં બુધવારે અનંતનાગના ડેપ્યુટી કમિશનરે સરકયુલર જાહેર કરીને માહિતી આપી છે કે આ ગફલત માટે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

   આ મામલામાં ધ જમ્મુ એન્ડ કાશ્મીર સરકારે ઇન્કવાયરીના આદેશ આપ્યા છે. આ કેમ્પેઇનમાં પ્રેરણાદાયક મહિલા હસ્તીઓની તસવીર સાથે આસિયાની તસવીરનો સમાવેશ કરતા મોટો હોબાળો થઈ ગયો હતો અને સોશિયલ મીડિયા પર એની ચર્ચા વાઇરલ થઈ હતી.

   અલગાવવાદી નેતા અને 'દુખતારન-એ-મિલ્લત'ના નેતાની તસવીર ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા, મહેબૂબા મુફ્તી અને કિરણ બેદીની તસવીર સાથે મૂકવામાં આવી છે. આ વિવાદાસ્પદ 'બેટી બચાઓ બેટી પઢાઓ' કેમ્પેઇન અનંતનાગ જિલ્લાના સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટની ચાઇલ્ડ કેર વિંગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇન લોન્ચ વખતે અનેક પોલીસ અધિકારીઓ અને ટોચના નેતા હાજર હતા. આ ચાઇલ્ડ કેર વિંગ બીજેપી એમએલએ સજ્જાદ ગની લોનના વડપણ હેઠળ ચાલે છે.

 (04:04 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો