Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

નરેન્દ્રભાઇ છ મહિનામાં બીજી વખત કેદારનાથ જશે

મોદી ર૦મી ઓકટોબરના દિવસે દર્શને પહોંચશે : સુચિત પ્રવાસને લઇને સરકાર દ્વારા તૈયારી શરૂ : યોગી આદિત્યનાથ પણ કેદારનાથ જવા ઇચ્છુક

નરેન્દ્રભાઇ છ મહિનામાં બીજી વખત કેદારનાથ જશે

   દહેરાદુન,તા. ૧૨: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં દર્શન કરવા જનાર છે. મોદી ૨૦મી ઓક્ટોબરના દિવસે કેદારનાથ પહોંચશે. વડાપ્રધાન તરીકે મોદી બીજી વખત કેદારનાથમાં દર્શન કરશે. આ પહેલા મોદી ત્રીજી મેના દિવસે કેદારનાથના પ્રવેશદ્ધાર ખુલ્યા તે દિવસે પહોંચ્યા હતા. ઉત્તરાખંડ સરકાર દ્વારા શ્ર મોદીની સુચિત યાત્રાને લઇને તમામ તૈયારી શરૂ કરી દીધી છે. નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ કેદારનાથની યાત્રાએ પહોંચે તેવી શક્યતા છે. અત્રે નોંધનીય છે કે આ વર્ષે કેદારનાથમાં શ્રી  મોદી સહિત ત્રણ મોટા વીઆઇપી લોકો આવી ચુક્યા છે. ગયા મહિનામાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ પણ પહોંચ્યા હતા. ત્યારબાદ કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ પરિવારના સભ્યો સાથે કેદારનાથમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ૨૦મી ઓક્ટોબરના દિવસે નરેન્દ્ર મોદી ખાસ વિમાન મારફતે જૌલી ગ્રાન્ટ વિમાનીમથકે પહોંચશે. રાજ્યપાલ, મુખ્યપ્રધાન , મુખ્ય સચિવ સહિત ડીજીપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વાગત કરવા માટે હાજર રહેશે.જૌસીગ્રાન્ટથી વડાપ્રધાન મોદી સીધી રીતે કેદરાનાથ પહોંચશે. દર્શન કરવામાં આવ્યા બાદ મોદી કેટલાક કાર્યક્રમમાં પણ ભાગ લેનાર છે. ત્યારબાદ દિલ્હી માટે રવાના થશે.

    કેદારનાથમાં દર્શન કરવા દરમિયાન નવી કેદારપુરીના નિર્માણ કાર્યોનુ શિલાન્યાસ કરનાર છે. મોદીના ભરચક કાર્યક્રમને લઇને તૈયારી ચાલી રહી છે. મોદી હાલમાં ગુજરાતમાં અને હિમાચલપ્રદેશમાં યોજાનાર ચૂંટણીને લઇને પણ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત બનેલા છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પણ ટુંક સમયમાં જ કરવામાં આવનાર છે.

 (04:03 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો