Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

ભાજપનું સંતમ શરણંમ્... ગચ્છામી...

ગૌરવ યાત્રા માટે કાલે સાધ્વી ઉમા ભારતી રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને ભુજમાં રાત્રે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે જાહેરસભા સંબોધશેઃ તા. ૧૪ મીએ યોગી આદિત્યનાથ પાટીદાર પ્રભુત્વવાળા નખત્રાણામાં

ભાજપનું સંતમ શરણંમ્... ગચ્છામી...

   ભુજ તા. ૧ર :.. ગુજરાત મોડેલ અને વિકાસ યાત્રાનાં સંદેશાઓ સાથે ભાજપે ભલે આખુ ભારત ગજવ્યું હોય, પણ હોમસ્ટેટ ગુજરાતમાં ભાજપ હવે સંતાોને શરણે ગયો છે. ગૌરવ યાત્રાના સમાપનમાં ભાજપનો પ્રચાર ધુરા સાધ્વી ઉમાભારતી અને યોગી આદિત્યનાથ સંભાળશે.

   સાધ્વી ઉમા ભારતી ૧૩ મીએ રાપરથી ગૌરવયાત્રામાં જોડાશે અને ભચાઉ, ગાંધીધામ, અંજાર ફરીને રાત્રે ભુજ પહોંચશે. ભુજમાં ગૌરવયાત્રા સાથે જોડાનારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે સાધ્વી ઉમા ભારતી જાહેર સભા કરશે.

   તા. ૧૪ મીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગૌરવ યાત્રાનાં સમાપનનું નેતૃત્વ કરશે.

   નખત્રાણા પંથકમાં પાટીદારોનું પ્રભુત્વ હોઇ અહીં અન્ય સમાજોની હિન્દુ વોટબેંન્ક ને આકર્ષણ યોગી આદિત્યનાથનો સહારો ભાજપ લેશે.

   ટૂંકમાં ભાજપના અન્ય શીર્ષસ્થ નેતાઓ સુષ્મા સ્વરાજ, અનુરાગ ઠાકુર ઉપરાંત ભાજપે સંતોનું શરણુ લીધું છે.

   ચૂંટણી જંગ પહેલા જ શરૂ થયેલ પ્રચાર યુધ્ધએ દર્શાવે છે. ભાજપ કોઇપણ જાતનું જોખમ ઉઠાવવા માંગતો નથી. મતદારોને આકર્ષણ તમામ રસ્તાઓ અપનાવી ને આગળ વધવાનો ભાજપનો વ્યુહ છે.

 (04:02 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો