Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

ખતરનાક જંતુનાશક દવાઓનું ખુલ્લેઆમ વેંચાણ

૩૨ ખેડૂતોના મોત, ૨૫ના આંખની રોશની ગઈ અને ૫૦૦થી વધારે ખેડૂતો સારવાર હેઠળ છતા : યુપી-એમપી-રાજસ્થાનમાં કપાસ અને ઉત્તર પ્રદેશમાં ટમેટાની ખેતી માટે થાય છે આ ઝેરનો બેફામ ઉપયોગ

   નવી દિલ્હી : મહારાષ્ટ્રના યવતમાલ અને તેના આસપાસના જીલ્લામાં અત્યાર સુધીમાં ૩૨ ખેડૂતોના મોતનું કારણ બનેલ ખતરનાક જંતુનાશક દવાનું લગભગ આખા દેશમાં ખરીદ-વેંચાણ થાય છે. મહારાષ્ટ્રમાં તેનો ઉપયોગ મુખ્યત્ત્વે કપાસની ખેતીમાં થાય છે. જ્યારે ઉત્તર પ્રદેશના ખેડૂતો ટમેટાની ખેતીમાં ઉપયોગ કરી રહ્યા છે.

   મધ્યપ્રદેશના રતલામમાં એક દિવસ અગાઉ જ કૃષિ વિભાગે ૧૦ જંતુનાશક દવાઓ ઉપર પ્રતિબંધ લગાવ્યો પરંતુ, આ યાદીમાં તે જંતુનાશક સમાવિષ્ટ નથી જેનાથી મોત થઈ રહ્યા છે. ૫૦૦થી વધારે ખેડૂતો સારવાર હેઠળ છે, જ્યારે ૨૫ ખેડૂતોના  આંખની રોશની જતી રહી છે. આમ છતા, સરકારે તેના વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકયો નથી.

   જે જંતુનાશક દવાથી મોત થાય છે, તેનું ટ્રેડ નામ પોલો, પ્રોફેકસ સુપર અને પોલીસ છે. બનારસમાં જંતુનાશક દવાના વેપારી યોગેન્દ્ર સિંહે જણાવ્યું કે, પૂર્વી ઉત્તરપ્રદેશમાં ફોરેકસ સુપરનો ૭૫ ટકા બજાર ઉપર કબ્જો છે. રતલામના સિદ્ધાર્થ અગ્રવાલ કપાસના એક સીઝનમાં પોતે એકલા ૩૦૦ કિલો 'પોલો'નું વેંચાણ કરે છે.

   હરિયાણાના સિરસા સ્થિત કેન્દ્રીય કપાસ અનુસંધાન કેન્દ્રના નિદેશક ડૉ.દિલીપ મોંગાના જણાવ્યા અનુસાર, જંતુનાશક દવાનો ઉપયોગ વધ્યો છે પરંતુ અમે ઓછા ટોકિસનવાળી દવાઓના ઉપયોગની સલાહ આપીએ છીએ. પોલોને અમારી લીલી ઝંડી હતી. પરંતુ, અમે ખૂબ જ ઝેરી ફોરેકસ સુપરના ઉપયોગની મંજૂરી આપતા નથી.

   મધ્યપ્રદેશમાં કપાસ ઉત્પાદક ક્ષેત્ર નિમાડમાં ઘાતક જંતુનાશક દવાઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લગભગ ૩૩ હજાર હેકટરમાં બીટી કોટનની ખેતી થાય છે. તે વિસ્તારના એક ખેડૂત ગોવિંદ સોલંકીએ જણાવ્યું કે, માસ્ક વગર દવા છાંટવી જીવ જોખમમાં મૂકવા જેવું હતું, જોકે સાવધાની રાખતા અહીં કોઈ ઘટના બની નથી.

   વરસાદ સારા પ્રમાણમાં થવાથી કપાસની ખેતી વધી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ વધ્યો. મોતની પાછળ કપાસના છોડની વધારે ઉંચાઈ, કેટલીક દવાઓનું મિશ્રણ અને નવી સ્પ્રે મશીન જવાબદાર છે.

   સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર કોટન રિસર્ચના પૂર્વ પ્રમુખ કેશવ ક્રાંતિના જણાવ્યા અનુસાર, કપાસની ખેતી જંતુનાશક દવા વગર શકય નથી. ખેડૂતોના જંતુનાશક દવાઓના યોગ્ય ઉપયોગ અંગે પ્રશિક્ષણ આપવુ જોઈએ.

 (04:01 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો