Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

પાવર ક્ષેત્રમાં જગ્યાઓ ભરવા માટે ટાટા પાવરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર સાથે એમઓયુ કર્યા

   નવી દિલ્હી તા. ૧૨ : ટાટા પાવર દેશની અગ્રણી સંગઠિત પાવર કંપનીએ જાહેર કર્યું છે કે, કંપનીએ  પાવર ક્ષેત્રમાં આવડતને વિકસાવવાના કોર્સ, તાલિમ આપવા તથા વિકાસ કરવા અને યુવા રોજગારીની તકો ઉભી કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર (સીબીઆઇપી) સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સાઇન કર્યા છે.

   સીબીઆઇપી દ્વારા પાવર ક્ષેત્રમાં આવડતના વિકાસ માટે એક પ્રોગ્રામ સેન્ટર ઓફ એકિસલન્સ ચલાવવામાં આવે છે. જયારે ટાટા પાવરે દેશના પાંચ સ્થળોએ પાંચ તાલિમ હબની સ્થાપના કરી છે, જેમાં શાહદ- મુંબઇ, મહારાષ્ટ્ર, થ્રોમ્બે- મુંબઇ, મહારાષ્ટ્ર, મૈથોન- ધનબાદ, ઝારખંડ, મુંદ્રા- કચ્છ, ગુજરાત અને જોજોબેરા- જમશેદપુર,ઝારખંડનો સમાવેશ થાય છે.

   એમઓયુ અનુસાર, સીબીઆઇપીએ ટાટા પાવરને તેમની વિશાળ પિરિયોડિકલ્સ પુસ્તકાલય, ટેકનિકલ માહિતી તથા ડેટાબેઝ, ટેકનોલોજીક વિકાસ અંગેની માહિતી તથા સ્ટેટ- ઓફ- ધ- આર્ટ ટેકનોલોજીની વિગતો પૂરી પાડવા માટે હક્કો આપવાના રહેશે. બદલામાં ટાટા પાવરે, સીબીઆઇપીને સીઓઇના સુધારણા માટે લેબ તથા જરૂરી માળખાકિય સુવિધાઓ ઉભી કરવા માટે માર્ગદર્શન પુરુ પાડવાનું રહેશે. બંને પાર્ટીઓએ, બિઝનેસ સિનારિયાને અનુરૂપ તથા જરૂરી વિશ્લેષણ કરીને એક વાર્ષિક તાલિમ કેલેન્ડર અને આયોજન તૈયાર કરવાનું રહેશે અને કર્મચારીઓને તેમની વ્યકિતગત જરૂરિયાતને અનુરૂપ તેેમની તાલીમ માટે નામાંકન કરવાનું રહેશે.

 (12:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો