Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

આદિત્ય બિરલા સન લાઇફ મ્યુ. ફંડનો ગાંધીધામમાં પ્રારંભ

રોકાણકારોની સુવિધા માટે

   મુંબઇ તા. ૧૨ : આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (અગાઉ આદિત્ય બિરલા ફાઈનાન્શિયલ સર્વિસીસ લિ.)ની સબસિડિયરી અને ભારતમાં ચોથું સૌથી વિશાળ મ્યુચ્યુઅલ ફંડ આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ (એબીએસએલમએફ)ની રોકાણ વ્યવસ્થાપક આદિત્ય બિરલા લાઈફ એએમસી લિમિટેડ (અગાઉ બિરલા સન લાઈફ એસેટ મેનેજમેન્ટ કંપની લિ. તરીકે જ્ઞાત) દ્વારા ગુજરાતના ગાંધીધામમાં તેની સંપૂર્ણ- સેવા શાખાનો શુભારંભ કરવાની જાહેરાત કરવામાં વી હતી. આ નવી શાખા કચ્છ જિલ્લામાં મ્યુચ્યુઅલ ફંડની પહોંચને ઊંડાણમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. પ્રદેશમાં રોકાણકારોની વધતી નાણાકીય રોકાણ જરૂરતોને પહોંચી વળવામાં મદદરૂપ થવા માટે તે ગુજરાતમાં બીએસએલએમએફની વૃદ્ઘિમાં સક્રિય યોગદાનકર્તા બની રહેશે.

   આ લોન્ચ વિશે બોલતાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના સીઈઓ એ બાલાસુબ્રમણિયને જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં આર્થિક વિકાસ ઝડપી બન્યો ચે ત્યારે અમારી હાજરી મજબૂત બનાવવાની અમને બેહદ ખુશી છે. ગાંધીધામ અને આસપાસના અંજાર, ભચાઉ, મથક અને કંડલા વિસ્તારોમાં મ્યુચ્યુઅલ ફંડમાં રિટેઈલ રસમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી અમને ખાતરી છે કે અમારી હાજરીથી આ બજારની સંભાવનાઓનો લાભ લેવામાં અમને મદદ મળશે અને અમારી વૃદ્ઘિની વ્યૂહરચનાની રેખામાં ગુજરાતમાં અમારી હાજરીનું વિસ્તરણ થશે.

 (12:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો