Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

તહેવારો ખતમ કરી નાખો પંચાંગ ફાડી નાખો

શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ દિવાળીમાં ફટાકડા ફોડવા પરના પ્રતિબંધ વિશે અપનાવ્યું આક્રમક વલણ

તહેવારો ખતમ કરી નાખો પંચાંગ ફાડી નાખો

   મુંબઇ તા. ૧૨ : પંચાંગ ફાડી નાખો, તહેવારો વગેરે ભ્રમ છે અને એની ઉજવણી બંધ કરો એવો આદેશ કાઢવાનો જ હવે બાકી છે. આવો પણ આદેશ જોઇએ તો કાઢો.

   શિવસેનાના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ ફટાકડા પર લાદવામાં આવેલા પ્રતિબંધ બાબતે પોતાની નારાજગી ગઇકાલે આવા શબ્દોમાં વ્યકત કરી હતી.

   મુંબઇ મેટ્રોના આઝાદ મેદાનમાં ચાલી રહેલા કામનું નિરીક્ષણ કરવા માટે આવેલા ઉધ્ધ ઠાકરેએ કહ્યું હતું કે જ્યારે શાંતિની અતિશયોકિત થશે ત્યારે નાગરિકોના અસંતોષનો વિસ્ફોટ થશે.

 (12:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો