Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

Jioની દિવાળી સ્પેશિયલ ઓફરઃ ૩૯૯ના રિચાર્જ પર ૧૦૦% કેશબેક

Jioની નવી ઓફરઃ મળશે ૮ વાઉચર

Jioની દિવાળી સ્પેશિયલ ઓફરઃ ૩૯૯ના રિચાર્જ પર ૧૦૦% કેશબેક

   મુંબઇ તા. ૧૨ :  Jioએ એક નવી ઓફરની જાહેરાત કરી છે, જેમાં ગ્રાહકોને ૩૯૯ રૂપિયાનું રિચાર્જ કરાવવા પર ૧૦૦ ટકા કેશબેક આપવામાં આવશે. આ કેશબેક વાઉચર તરીકે મળશે જેનો ઉપયોગ તમારા નંબર પર રિચાર્જ કરાવવા માટે કરી શકાશે. આ ઓફર ૧૨ ઓકટોબરથી શરૂ થથે અને ૧૮ ઓકટોબર સુધી ચાલશે.

   ૩૯૯ રૂપિયાના આ પેકમાં પ્રી-પેઈડ ગ્રાહકોને 1GB પ્રતિદિવસના હિસાબે 84GB ડેટા, ફ્રી SMS, જિયો એપ્સ માટે સબ્સક્રિપ્શન અને ફ્રી કોલ આપવામાં આવશે. પોસ્ટપેઈડ યુઝર્સને પણ આ જ લાભ મળશે, માત્ર તેમની વેલિડિટી ૩ બિલિંગ સુધીની રહેશે.

   દિવાળીની આ ઓફર અંતર્ગત જિયો પ્રાઈમ કસ્ટમરને ૩૯૯ રુપિયાનું રિચાર્જ કરવા પર ૫૦ રૂપિયાના ૮ વાઉચર મળશે.

   તમે એક સમયે માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકશો, અને તે પણ ૧૫ નવેમ્બર પછી. અર્થાત, ભવિષ્યમાં તમે ૩૦૯ રૂપિયાનું રિચાર્જ કરાવશો તો તમારે માત્ર ૨૫૯ રૂપિયા જ ચુકવવાના રહેશે, કારણકે ૫૦ રૂપિયાનું વાઉચર તમારી પાસે હશે. આ ઓફરનો લાભ તે ગ્રાહકો પણ ઉઠાવી શકશે, જેમની વેલિડિટી હજી ચાલુ છે. આ ઓફર્સને માય જિયો એપ, જિયો વેબસાઈટ, જિયો સ્ટોર્સ, રિલાયન્સ ડિજીટલ સ્ટોર અને કંપનીના ઓફિશિયલ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એકિટવેટ કરી શકાશે.

 (12:40 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો