Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

ઓનલાઇન માર્કેટમાં તેજીઃ દિવાળીએ અધધ ૩૦,૦૦૦ કરોડનું ઇ-શોપિંગ

મોલ, સ્ટોર્સ, દુકાનો કે પરંપરાગત બજારોમાં દિવાળીની ખરીદી ભલે હજુ પુરબહારમાં ખીલી ન હોય પણઃ સૌથી વધુ ઇ-શોપિંગ ૨૫થી ૩૫ વર્ષની વય જુથના યુવા વર્ગ કરે છેઃ એસોચેમનો સર્વે

ઓનલાઇન માર્કેટમાં તેજીઃ દિવાળીએ અધધ ૩૦,૦૦૦ કરોડનું ઇ-શોપિંગ

   નવી દિલ્હી તા. ૧૨ : મોલ, સ્ટોર્સ, દુકાનો કે પરંપરાગત બજારોમાં દિવાળીની ખરીદી ભલે હજુ પૂરબહારમાં ખીલી ના હોય, પરંતુ 'ઓનલાઇન માર્કેટ'માં તેજીના વાવટા ફૂંકાયાનો અંદાજ એસોચેમના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યો છે. એસોચેમ નેશનલ કાઉન્સિલ ઓન ઇ-કોમર્સે અમદાવાદ સહિત દેશના ૧૦ ટોચના શહેરોમાં હાથ ધરેલા અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું હતું કે, 'દિવાળીમાં ઓનલાઇન શોપિંગ રૂ. ૩૦ હજાર કરોડ જેટલું રહેવાનો અંદાજ છે!

   તહેવારોની સીઝનમાં ઓનલાઇન માર્કેટમાં મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિક ગેજેટ્સ, કપડા, ઘરવખરી, ગિફટ આર્ટિકલ જેવી વસ્તુઓની ખરીદીનો ટ્રેન્ડ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.' એટલું જ નહીં મુખ્ય મેટ્રો સિટી ઉપરાંત નાના-નાના શહેરો અને ગામડાઓમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધાના પગલે ઓનલાઇન શોપિંગનો ક્રેઝ જબરજસ્ત રીતે વધ્યાનું આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

   અમદાવાદ, મુંબઇ, ચેન્નાઇ, કોલકત્તા, દિલ્હીમાં તાજેતરમાં આ અભ્યાસ એસોચેમ દ્વારા હાથ ધરાયો હતો. જેમાં એવા તારણો રજૂ કરવામાં આવ્યા છે કે, 'ફકત મેટ્રો શહેરો જ નહીં પરંતુ વર્ગ-બે અને ત્રણની કેટેગરીમાં આવતા શહેરોમાં પણ ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધ્યો છે. છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઇન્ટરનેટની સુવિધા પહોંચી છે.

   સર્વેમાં દુકાનો, સ્ટોર્સ કે મોલમાં વેચાતી વસ્તુઓ કરતા ઓનલાઇન શોપિંગમાં વધુ વેચાતી વસ્તુઓ પણ ટાંકવામાં આવી છે. જેમાં મોબાઇલ ૭૮%, ઇલેકટ્રોનિકસ ૭૨% કન્ઝયુમર ડ્યુરેબલ ૬૯%, ગિફટ ૫૮%, એસેસરિઝ ૫૬% અને ઘરવખરી ૪૫% જેટલી વધુ વેચાય છે. જો કે, આ વર્ષે બજારોમાં તહેવારોની સિઝનમાં ખરીદી થોડી પાછી ઠેલાઇ છે.

   નોકરિયાતોને સમયનો અભાવ રહે છે, ખરીદી માટેનું સ્થળ દૂર હોય, સંયુકત કુટુંબ ના હોય કે બદલાયેલી જીવનશૈલીના લીધે બજારમાં જઇને ખરીદી કરવાનું લોકો ટાળે છે અને ઓનલાઇન શોપિંગ વધુ કરે છે.'  ખરીદીના મુખ્ય આકર્ષણ પેમેન્ટની સુવિધા (ક્રેડિટ કાર્ડ પેમેન્ટ), આકર્ષક ઓફર્સ, સેલ અને ડિસ્કાઉન્ટ અવર્સ તે ઉપરાંત ખરીદી માટેના અનેક વિકલ્પો છે.

   ઓનલાઇન શોપિંગના ક્રેઝના કારણો

    સારૂ ડિસ્કાઉન્ટ, પ્રમાણમાં ઓછી કીંમત  સમયની બચત  ઘરબેઠા ખરીદી  વિશાળ વિવિધતામાંથી પસંદગીનો વિકલ્પ  ઉત્પાદનોની પુરી માહિતી અને પારદર્શિતાઝડપી અને ફ્રી ડિલીવરી  બ્રાન્ડ્સ અને મોડેલ વચ્ચેની તુલના વગેરે

 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો