Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

ફોનને બદલે ખાલી ડબ્બો આવ્યો છે એમ કહીને એમેઝોન પાસેથી ૧૬૬ મોબાઇલનું રીફન્ડ મેળવી લીધું દિલ્હીના બે ગઠિયાઓએ

એમેઝોનને લગાવ્યો ચુનો

   નવી દિલ્હી તા. ૧૨ : દિલ્હી પોલીસે ૧૬૬ ફોન મોબાઈલ ફોન મેળવીને પણ બોકસ ખાલી હતું એમ કહીને લાખો રૂપિયાનો ચૂનો એમેઝોનને લગાવનાર બે યુવકોની ધરપકડ કરી છે. ઉત્તર પશ્ચિમ દિલ્હીના ત્રિનગર વિસ્તારમાંથી બે યુવકોની ધરપકડ કરાઈ છે. જેમણે ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ યુવાનોમાં મુખ્ય આરોપીનું નામ શિવમ છે. જેના પાસેથી ૧૬૬ મોંઘાદાટ મોબાઈલ ફોન, ૧૫૦ સિમકાર્ડ અને કેટલાક રોકાણ સંબંધી દસ્તાવેજો મળી આવ્યા છે.

   મુખ્ય આરોપી શિવમે દિલ્હીમાં એમેઝોન સ્ટોરમાંથી ૧૬૬ મોબાઈલ ફોન ખરીદ્યા અને ખાલી બોકસ મળ્યું છે એમ દર વખતે ફરિયાદ કરીને રિફંડ મેળવતો રહ્યો હતો. પોલીસે કહ્યું હતું કે આ વર્ષે એપ્રિલથી મે મહિના સુધીમાં તેણે આવી રીતેરૂ. ૫૦ લાખ બનાવી લીધા હતા. એમેઝોનને શંકા ગઈ તો પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસમાં આ ખુલાસો થયો હતો.

   આરોપી શિવમ ચોપડાએ દિલ્હીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેણે અનેકવાર નોકરી બદલી પણ સંતોષ થયો નહોતો. માર્ચ મહિનામાં મોબાઈલ ખરીદીને રિફંડ અંગેનો પ્લાન બનાવ્યો અને એકબે વાર રિફંડ મળ્યા પછી તેણે અનેકવાર મોંઘા ફોન મંગાવીને રિફંડ મેળવ્યું. આવું અનેકવાર કરીને રિફંડ મેળવીને લાખો રૂપિયા બનાવ્યા.

 (11:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો