Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

કર્નલની પત્ની સાથે અફેર, બ્રિગેડિયરે ૧૦ વર્ષની સિનિયોરિટી ગુમાવી

વ્યાભિચારનો આરોપ થયો પુરવાર

કર્નલની પત્ની સાથે અફેર, બ્રિગેડિયરે ૧૦ વર્ષની સિનિયોરિટી ગુમાવી

   નવી દિલ્હી તા. ૧૨ : એક મિલિટ્રી ટ્રાયલમાં સેનાના એક બ્રિગેડિયરને વ્યાભિચારના દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ આરોપ સાબિત થતા તેમને કડક ઠપકો આપવામાં આવ્યો હતો. આ સિવાય ૧૦ વર્ષની સિનિયોરિટી પણ ગુમાવવી પડી હતી. ૩૩ કોર્પ્સ સુકના(પશ્ચિમ બંગાળ) ચીન ફ્રન્ટ પર કમાન સંભાળવા માટે બનાવાયેલી એક મહત્વની ઈન્ફેન્ટ્રી બ્રિગેડની જવાબદારી સંભાળતા આ બ્રિગેડિયરને મેજર જનરલની રેન્ક પર પ્રમોશન કદી નહીં મળે.

   એક ઓફિસરે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પોતાના સહકર્મીની પત્ની સાથે આડા સંબંધ સશસ્ત્ર બળોમાં ખૂબ જ ગંભીર બાબત ગણાય છે. ઘણીવાર આવા આરોપી કર્મીને તુરંત જ સેવામાંથી કાઢી મૂકવામાં આવે છે. ઘણીવાર તો પેન્શન અને અન્ય લાભો પણ છીનવી લેવાય છે. પરંતુ બ્રિગેડિયરે ગુનો કબૂલી લેતા તેમને ઓછી સજા કરવામાં આવી છે.

   બ્રિગેડિયર વિરુદ્ઘ આ સિવાય અન્ય ૧૨ આરોપો લગાવવામાં આવ્યા હતા. કોર્ટ માર્શલ કોલકત્તા બેઝડ ઈસ્ટર્ન આર્મી કમાંડ બિનાગુરી ખાતે યોજાયો હતો. બ્રિગેડિયર વિરુદ્ઘ કોર્ટ માર્શલ માઉન્ટેઈન ડિવિઝનની કમાન સંભાળતા એક મેજર જનરલની વડપણવાળી બેંચ દ્વારા યોજાયો હતો. આ બેંચમાં ૬ અન્ય બ્રિગેડિયરો પણ સામેલ હતા.

   નોંધનીય છે કે હાલમાં જ સશસ્ત્ર બળોમાં સેકસ સ્કેન્ડલના બનાવો વધવા લાગ્યા છે. હાલમાં એરફોર્સ દ્વારા એક ફાયટર પાયલોટને  સિનિયર ઓફિસરની પત્ની સાથે અફેર હોવાને કારણે બરતરફ કરી દેવાયો હતો. આવી જ રીતે નેવીમાંથી પણ બે કમાંડર રેન્કના ઓફિસરોને કાઢી મૂકાયા હતા. જે પૈકી એક પર લગ્નેત્ત્।ર સંબંધો રાખવાનો આરોપ હતો જયારે બીજા પર સંખ્યાબધ સ્ત્રીઓને બિભત્સ ટેકસ્ટ મેસેજ કરવાનો આરોપ હતો.

 (11:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો