Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

ભૂલથી રાહુલ ગાંધી પુરૂષોને બદલે મહિલાઓના ટોયલેટમાં ઘુસી ગયા

છોટા ઉદેપુરના ટાઉન હોલની ઘટનાઃ ગુજરાતી વાંચતા ન આવડયુ એટલે લેડીઝ ટોયલેટમાં ગયા બાદ ભુલ સમજાણી અને તરત બહાર આવી ગયાઃ રાહુલ ગાંધી લેડીઝ ટોયલેટમાંથી બહાર આવતા હોય એવી તસ્વીર વાયરલ થઇ ગઇઃ ઘટનાથી રાહુલ ગાંધીએ અસહજતા અનુભવી

ભૂલથી રાહુલ ગાંધી પુરૂષોને બદલે મહિલાઓના ટોયલેટમાં ઘુસી ગયા

      નવી દિલ્હી તા.૧ર : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૩ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગઇકાલે છોટા ઉદેપુરમાં તેઓ સંવાદ કાર્યક્રમ હેઠળ યુવાઓને મળ્યા હતા. આ દરમિયાન તેમને શરમજનક સ્થિતિમાં મુકાવુ પડયુ હતુ. કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીને ટોયલેટમાં જવુ હતુ. તેઓ ભુલથી લેડીઝ ટોયલેટમાં ઘુસી ગયા હતા. જો કે ભુલ સમજાતા જ રાહુલ થોડીક સેકન્ડમાં ત્યાંથી બહાર આવી ગયા હતા.

      કાર્યક્રમ બાદ રાહુલ ગાંધી ટાઉન હોલની નીકળવાના હતા. તેમને ફ્રેશ થવા માટે ટોયલેટ જવુ હતુ. એક તરફ ટોયલેટના દરવાજા ઉપર ગુજરાતીમાં મહિલાઓ માટે શૌચાલય લખ્યુ હતુ. જયારે બાજુમાં પુરૂષનું ટોયલેટ હતુ. બંને ટોયલેટમાં પુરૂષ અને સ્ત્રીના સાઇન બોર્ડ ન હતા. રાહુલ ગાંધી ગુજરાતી વાંચી ન શકયા અને ભુલથી લેડીઝ ટોયલેટમાં ઘુસી ગયા હતા.

      આ દરમિયાન બહાર ઉભેલા એસપીજીએ મીડીયા કર્મચારીઓને એવુ કહેતા સાંભળી લીધા કે રાહુલ ગાંધી લેડીઝ ટોયલેટમાં ચાલ્યા ગયા છે. એસપીજી અધિકારી કોંગ્રેસ ઉપાધ્યક્ષને રોકવા માટે જેવા ગયા કે તરત જ રાહુલ ગાંધી ઝડપથી બહાર આવી ગયા હતા. આ દરમિયાન કેટલાક ફોટોગ્રાફરોએ લેડીઝ ટોયલેટમાંથી બહાર નીકળતી વખતની રાહુલની તસ્વીર લઇ લીધી હતી. આ ઘટનાથી રાહુલ થોડા અસહજ બન્યા હતા. રાહુલ ગાંધીએ ટોયલેટ ઉપર લખેલુ વાંચ્યુ નહી અને સીધા જ અંદર ચાલ્યા ગયા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ રાહુલ જેવા લેડીઝ ટોયલેટમાંથી બહાર આવ્યા તો ત્યાં બહાર ઉભેલા લોકો હસવા લાગ્યા હતા. આ બધી વિગતો મીડીયા કર્મચારીઓએ પોતાના કેમેરામાં કંડારી લીધી હતી.રાજકીય સભાઓ અને નિવેદનબાજી વચ્ચે રાહુલની આ એક એવી તસ્વીર અને વિગત સામે આવી છે જે સોશ્યલ મીડીયામાં ભારે વાયરલ થઇ રહી છે. મીડીયા રીપોર્ટ મુજબ રાહુલ ગાંધી સભા બાદ જયારે ટોયલેટ ગયા તો પુરૂષોને બદલે મહિલાઓના ટોયલેટમાં ચાલ્યા ગયા હતા.

 (11:41 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો