Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

રાજ ઠાકરેએ બિગ બીનાં છ જાણીતા પાત્રોના કેરિકેચર્સ બનાવીને ગિફટ કર્યાં

રાજ ઠાકરેએ બિગ બીનાં છ જાણીતા પાત્રોના કેરિકેચર્સ બનાવીને ગિફટ કર્યાં

   મુંબઇ તા. ૧૨ : MNSના અધ્યક્ષ રાજ ઠાકરે રાજકારણી હોવા ઉપરાંત કુશળ કાર્ટુનિસ્ટ પણ છે અને પોતાની આ પ્રતિભા વડે તેમણે અમિતાભ બચ્ચનને તેમની ૭૫મી વરસગાંઠે અનોખી રીતે શુભેચ્છાઓ આપી હતી. અમિતાભ બચ્ચને ૧૯૭૦થી લઇને ૨૦૧૭ સુધી ભારતીય સિનેમામાં ખેડેલી સફરને વર્ણવતા તેમના ખૂબ જાણીતા પાત્રોના છ કેરિકેચર્સ રાજ ઠાકરેએ બનાવ્યા હતા અને એને પોતાના સોશ્યલ મીડિયાના એકાઉન્ટમાં પોસ્ટ કર્યા હતા.

   અમિતાભ બચ્ચને સ્ક્રીન પર વિવિધ પાત્રો ભજવીને હિન્દી સિનેમામાં સ્ટાઇલ અને કન્ટેન્ટની પરિભાષા બદલી નાખી હોવાનું પણ રાજ ઠાકરેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું.  કેરિકેચર્સ સાથે મૂકેલી પોસ્ટમાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, 'આટલા દાયકાઓમાં ઘણા અભિનેતાઓએ સિનેમામાં ખ્યાતિ અને પોપ્યુલરિટી મેળવી છે, પણ વહેલા - મોડા સમયની સાથે તેઓ સૂર્યાસ્તમાં ધૂંધળા થઇ ગયા છે. જોકે અમિતાભ બચ્ચનનો દબદબો આજે પણ અકબંધ છે.'

 (11:41 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો