Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

ન વિજળી ન પાણીઃ ૪૦ મતદારો માટે ટાપુ પર પોલીંગ બુથ

દ્વારકાના અજાડ ટાપુ પર અનોખી વ્યવસ્થા કરશે ચૂંટણી પંચઃ ટાપુ પર વસ્તી માત્ર ૮૯ લોકોનીઃ હોડી દ્વારા EVM લઇ જવાશે

ન વિજળી ન પાણીઃ ૪૦ મતદારો માટે ટાપુ પર પોલીંગ બુથ

   નવી દિલ્હી તા. ૧૨ :  આખા ગુજરાતમાં આ પોલ બુથ કંઈક અલગ જ છે. અરબી સમુદ્રની વચ્ચોવચ દેવભૂમિ દ્વારકાથી થોડે દૂર આવેલા અજાડ ટાપુ પર ૪૦ મતદાતાઓ માટે ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા (ECI) દ્વારા ખાસ પોલ બુથ બનાવવામાં આવશે. આ પોલબુથમાં એક ટેમ્પરરી ટેન્ટ મૂકવામાં આવશે અને બેટરીથી ચાલતુ ચ્સ્પ્ મશીન મૂકવામાં આવશે. ૧૩૯ હેકટરનો આ ટાપુ ખંભાળિયા બેઠકના નાના આસોટા ગામથી ૮ કિલોમીટર દૂર આવેલુ છે.

   મતવિસ્તારમાં ચાર અધિકારીઓ, ત્રણ સિકયોરીટી અને એક ટેમ્પરરી પોલીસ ચોકી હશે. આ બધી જ વ્યવસ્થા માત્ર ૪૦ મતદાતાઓ માટે ઊભી કરવામાં આવશે જે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પહેલવહેલી વાર વોટ આપવા જઈ રહ્યા છે. ૨૦૧૩માં આ ટાપુ બન્યા બાદ તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શામેલ કરવામાં આવ્યો હતો. આ ટાપુ પર ન તો વીજળી છે, ન તો પ્રાથમિક આરોગ્યની સુવિધા. અજાડ ટાપુ પર સ્કૂલ કે પોલીસ સ્ટેશનની વ્યવસ્થા પણ નથી. ત્યાંના સ્થાનિક રહેવાસીઓને આશા છે કે અહીં ઈલેકશન બૂથ બન્યા બાદ સ્કૂલ અને આરોગ્ય કેન્દ્ર બને તેવી આશા તે સેવી રહ્યા છે.

   ECIના નિયમ મુજબ દરેક વોટરની ૨ કિલોમીટરની અંદરના વિસ્તારમાં વોટિંગ બૂથ હોવુ જોઈએ. આથી અજાડ ટાપુના ૧૯ સ્ત્રી તથા ૨૧ પુરૂષ મતદાતાઓ માટે ખાસ બૂથ બનાવવામાં આવશે. ચૂંટણીના દિવસ પૂર્વે અધિકારીઓ મશીન અને બીજા સાધનો હોડી મારફતે ટાપુ પર શિફટ કરશે. આ બૂથ આખો દિવસ ચાલુ રહેશે. ગુજરાતના ચીફ ઈલેકટોરલ ઓફિસર બીબી સ્વેને જણાવ્યું, 'ગુજરાતમાં અમારી પાસે જે પોલિંગ બુથ લિસ્ટ થયા છે તેમની પાસે ઈલેકશન કમિશનની ગાઈડલાઈન્સ મુજબ પૂરતુ ઈન્ફ્રાસ્ટ્રકચર છે. પરંતુ અજાડ ટાપુ તેમાં અપવાદ છે. માળખાગત સુવિધાઓના અભાવે તે નેગેટિવ લિસ્ટમાં હતુ. મેં જયારે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમાં માત્ર ૪૦ જ મતદાતાઓ છે.'

   છેલ્લી વસ્તી ગણતરી મુજબ આ ટાપુ પર ૮૯ લોકો રહે છે જેમાંથી ૪૫ પુરૂષો અને ૪૪ સ્ત્રીઓ છે. આ ટાપુ પર માત્ર ૧૩ જ ઘર છે. સરકારી માળખાગત સુવિધાઓના અભાવે અહીં રહેતા લોકોની સંખ્યા ઘટી રહી છે અને તે ભૂતિયા ટાપુમાં પરિવર્તિત થઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના કલેકટર આઈએએસ જે.આર ડોડિયાએ જણાવ્યું કે, ચૂંટણી અધઇકારીઓ અને પોલીસ ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) અથવા તો મરીન પોલીસની મદદ લઈને અજાડ ટાપુ પહોંચશે. ત્યાં એક દિવસ પૂરતી પોલીસ ચોકી પણ બનાવવામાં આવશે.

 (11:39 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો