Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

કોંગી 'મુરતીયા' નક્કી કરવા દિલ્હીમાં સ્ક્રિનીંગ કમિટિની બેઠક શરૃઃ ઝોનવાઈઝ ચર્ચા

   રાજકોટ, તા. ૧૨ :. કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુરતીયાઓની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે. ૯૦થી ૯૫ની પ્રથમ યાદી કલીયર થાય બાદ વધુ પાંત્રીસેક બેઠકના ઉમેદવારો નક્કી કરવા આજે દિલ્હીમાં સ્ક્રિનીંગ કમિટીની બેઠક આજે શરૂ થઈ છે.

   આજે આ લખાય છે ત્યારે ૧૧.૩૦ કલાકે કેન્દ્રીય સ્ક્રિનીંગ કમિટિના ચેરમેન બાલાસાહેબ થોરાટની આગેવાની હેઠળ યુપીના શ્રી લલ્લુ મીનાક્ષી નટરાજન, ગીરીશ શોધનકર, ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવા હાજર છે.

   મળતા અહેવાલો મુજબ કેન્દ્રીય સ્ક્રિનીંગ કમિટીની બેઠકમાં જે તે ઝોનના સહપ્રભારીને હાજર રખાશે. ગઈકાલે રાજકોટથી સૌરાષ્ટ્ર-કચ્છના સહપ્રભારી રાજીવ સાતવ દિલ્હી રવાના થઈ ગયા છે.(૨-૫)

 (10:17 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો