Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

બેંકોમાં પ, ૧૦, પ૦, ૧૦૦, ર૦૦ની નવી નોટોના દર્શન દુર્લભઃ કાળાબજાર

આને કહેવાય વિકાસ ? ર૦૦ની નવી નોટના બંડલના રૂ.રપ૦૦ ઓન તથા પ૦ની નવી નોટના ૭૦૦ થી ૧૦૦૦ ઓન બોલાય છેઃ બેંકોમાં ૧૦ના સિક્કા, પ૦૦-૧૦૦૦ની જુની નોટોના ખડકલાઃ ૧૦ની નવી નોટના બંડલ આવવાના નથીઃ દિવાળી ટાણે માત્ર ર૦ની નવી નોટો દેખાય તેવી શકયતા

બેંકોમાં પ, ૧૦, પ૦, ૧૦૦, ર૦૦ની નવી નોટોના દર્શન દુર્લભઃ કાળાબજાર

   રાજકોટ તા.૧ર : કેન્દ્ર સરકારે એવુ કહીને તાજેતરમાં રૂ.પ૦ અને ર૦૦ની નવી નોટ બહાર પાડી હતી કે લોકોને આ નોટ જોઇએ તેટલા પ્રમાણમાં મળશે પરંતુ આ નોટ બહાર પડયાને લાંબો સમય થયો હોવા છતાં પ્રજા માટે આ નોટના દર્શન થયા છે. એવુ પણ કહેવાતુ હતુ કે રિઝર્વ બેંકે આ બંને નોટ જંગી જથ્થામાં છાપી છે કે જેથી લોકો તેનો સંગ્રહ ન કરે અને તે છુટથી મળી શકે. હકીકત એ છે કે આ નોટ હજુ સુધી લોકો સુધી પહોંચી નથી અને આ નોટના ધુમ કાળાબજાર થતા હોવાનુ લોકોમાં કહેવાય છે એટલુ જ નહી દિવાળીના દિવસો આવ્યા છતાં પણ બેંકોમાં નવી નોટો હજુ સુધી નહી આવતા લોકોને નવી નોટો મળશે કે નહી ? એ બાબતે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ચાલુ વર્ષે પ૦ અને ર૦૦ની નવી નોટના બંડલ તો દુર રૂ.૧૦ અને ૧૦૦ની નવી નોટ પણ બેંકોમાં જોવા મળતી નથી. બેંકોમાં માત્ર ર૦ની નવી નોટના ખડકલા છે. કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકોનું કહેવુ છે કે, અમારી પાસે પ૦૦ અને ૧૦૦૦ની જુની નોટ તથા ૧૦ના સિક્કાનો ખડકલો છે. પ૦૦ની અને ૧૦૦૦ની નોટ રિઝર્વ બેંક લેતી નથી તેથી બેંકોમાં આનો ભરાવો થયો છે એટલુ જ નહી ૧૦ના સિક્કા લેતા લોકો ડરતા હોવાથી તે કરન્સી ચેસ્ટમાં ઘરજમાઇ થઇને પડયા છે. ૧૦ના સિક્કાને કારણે રિઝર્વ બેંક ૧૦ની નવી નોટો મોકલવાની નથી.

   કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક દ્વારા થોડા સમય પહેલા પ૦ અને ર૦૦ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. તેની ડિમાન્ડ જબરી છે પરંતુ એકાદ-બે બેંકોને બાદ કરતા આ નોટો રાજકોટની એકપણ બેંકમાં હજુ સુધી આવી નથી. આ નોટના પ્રેમીઓ વધુ નાણા ખર્ચીને પણ આ બંને નોટો મેળવી રહ્યા છે. કાળાબજાર થતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. ર૦૦ના બંડલના રપ૦૦ રૂ. વધારે એટલે કે ર૦૦૦૦ની સામે રૂ.રર,પ૦૦ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પ૦ની નવી નોટના બંડલ પર ૭૦૦ થી ૧૦૦૦નું ઓન લેવામાં આવી રહ્યુ છે. જેને કારણે લોકોમાં કચવાટ છે.

   દિવાળીના દિવસોમાં નવી નોટની ડિમાન્ડ બેંકો માટે માથાનો દુઃખાવો હોય છે અને એમાં ર૦૦ અને પ૦ની નવી નોટોએ બેંેંક કર્મચારીઓની મુશ્કેલી વધારી દીધી છે. રિઝર્વ બેંકે કરન્સી ચેસ્ટને નવી નોટનો પુરવઠો આપ્યો નથી. જેને કારણે કારણે નાની બેંકોને પણ મુશ્કેલી પડી રહી છે. સહકારી બેંકોને અમદાવાદ ખાતેથી નોટના બંડલ ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર ૧૦ બંડલ લેવા અમદાવાદ જવુ પડી રહ્યુ છે. અનેક બેંકોને કાલે અમદાવાદ બોલાવવામાં આવી છે.

   નોટબંધી બાદ પ૦૦ અને ર૦૦૦ની નવી નોટનો પુરતો જથ્થો સપ્લાય થયા બાદ રોકડની ખેંચ સમાપ્ત થઇ ગઇ હતી પરંતુ તે વખતે ઠલવાયેલી પ૦૦ અને ૧૦૦૦ની નોટો તથા ૧૦ના સિક્કાનો વિવિધ કરન્સી ચેસ્ટમાં ખડકલો જોવા મળી રહ્યો છે. દરેક બેંકોમાં ૧૦ની જુની નોટના મોટા પ્રમાણમાં બંડલ પડયા હોવાનુ કહેવાય છે. રિઝર્વ બેંક પ૦૦ અને ૧૦૦૦ની નોટ ધીમે-ધીમે લેતી હોવાથી કરન્સી ચેસ્ટમાં અન્ય મુલ્યની ચલણી નોટના બંડલ મુકવાની જગ્યા દેખાતી નથી. દેના બેંકમાં જ ૯૦,૦૦૦ લાખના ૧૦ના સિક્કા પડયા હોવાનુ કહેવાય છે.

   બેંકોનું કહેવુ છે કે લોકોએ બેરોકટોક ૧૦ના સિક્કા વાપરવા જોઇએ. આ સિક્કા કાયદેસરના જ છે. આ સિક્કાની લેવડ-દેવડ વધારવી જોઇએ. લોકો શા માટે ૧૦ના સિક્કાથી ભાગી રહ્યા છે તે સમજાતુ નથી. લોકો બેંકમાં ૧૦ના સિક્કા ભરવા આવી રહ્યા છે પરંતુ લોકોને ૧૦ના સિક્કા લેવા નથી આ એક તરફી વ્યવહાર કઇ રીતે ચાલી શકે તેવુ બેંકોનુ કહેવુ છે. પાંચની નોટની પણ ભારે અછત જોવા મળી રહી છે.

 (10:17 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો