Mukhy Samachar

News of Thursday, 12th October, 2017

ગરીબી પ૭%થી ૩૦% થઇ છતાં વિશ્વનો દર ત્રીજો ગરીબ ભારતીય

પીએમ મોદીએ ગઇકાલે ગરીબી હટાવોનો નારો આપ્યોઃ પાંચ વર્ષમાં ગરીબી દુર કરવાનો લક્ષ્યાંકઃ ૪૬ વર્ષમાં ચાર વડાપ્રધાન ગરીબી હટાવવાના અભિયાન લોન્ચ કરી ચુકયા છેઃ દેશના ૭ રાજયોમાં ૬૦ ટકા લોકો ગરીબઃ ગરીબી દુર કરવા ૧૭.પ કરોડને નવી રોજગારી આપવી પડે, જીડીપી ગ્રોથ ૧૦ ટકા કરવો પડે, ખેડુતોની આવક બમણી કરવી પડે, કૃષિ પેદાશ પ૦ ટકા વધારવી પડે, અર્થતંત્રને ૧૩૦ લાખ કરોડથી વધારી ૬પ૧ લાખ કરોડનું કરવુ પડે

ગરીબી પ૭%થી ૩૦% થઇ છતાં વિશ્વનો દર ત્રીજો ગરીબ ભારતીય

   નવી દિલ્હી તા.૧ર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. તેમણે પાંચ વર્ષમાં દેશમાંથી ગરીબી નાબુદ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ૧૯૭૧માં પણ ઇન્દિરા ગાંધીએ પહેલીવાર ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. તે પછી ૪૬ વર્ષમાં અત્યાર સુધી ચાર વડાપ્રધાન દેશમાંથી ગરીબી હટાવવાનું અભિયાન શરૂ કરી ચુકયા છે. આ ૪૬ વર્ષમાં ગરીબી લગભગ ર૭ ટકા ઘટી છે. ૧૯૭૧માં ગરીબોની કુલ વસ્તી પ૭ ટકા હતી. હજુ પણ દેશની ૩૦ ટકા વસ્તી ગરીબ છે. વિશ્વ બેંકના કહેવા મુજબ ભારતમાં રર.૪ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે એટલે કે દૈનિક ૧ર૦ રૂ.થી ઓછામાં તેઓ પોતાનો ખર્ચ ચલાવી રહ્યા છે.

   વિશ્વમાં વસ્તીના હિસાબથી સૌથી વધુ ગરીબો ભારતમાં રહે છે એટલે કે દર ત્રીજો ભારતીય ગરીબ છે. વિશ્વના દર ત્રણમાંથી એક ગરીબ ભારતમાં રહે છે. ભારતના સાત રાજયો છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મ.પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને યુપીમાં લગભગ ૬૦ ટકા લોકો ગરીબ છે. ૮૦ ટકા ગરીબો ભારતના ગામડાઓમાં રહે છે. વિશ્વમાં લગભગ ૭૬ કરોડ ગરીબો હોવાનુ કહેવાય છે.

   મોદી અગાઉ ચાર વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, ઇન્દ્રકુમાર ગુજરાલ, વાજપેઇ અને મનમોહન સિંહે ગરીબી હટાવવાનું અભિયાન શરૂ કર્યુ હતુ. આમ છતાં ગરીબી હટી નથી. ભારતમાં ગામડાઓમાં ગરીબ વધુ હોવાના ચાર કારણો છે. જેમાં ચોમાસુ અને મોસમ પર નિર્ભરતા, સૌથી વધુ બિમારી, ગરીબીથી વસ્તી વધે છે અને દેશમાં મોટાભાગના લોકો ખેતી પર આધારીત છે પરંતુ ખેડુતોને યોગ્ય વળતર નથી મળતુ.

   જો મોદીએ પાંચ વર્ષમાં ગરીબી દુર કરવી હશે તો જીડીપી ગ્રોથ હાલ પ.૭ ટકા છે તે ૧૦ ટકા કરવો પડશે. ૧૭.પ કરોડ નવી રોજગારી ઉભી કરવી પડશે. અર્થતંત્ર ૧૩૦ લાખ કરોડનુ છે તે વધારીને ૬૫૧ લાખ કરોડનું કરવુ પડશે. દરેક ગામમાં નેટ લાવવુ પડશે, ખેડુતોની આવક બમણી કરવી પડશે, દરેક ઘરમાં વિજળી-પાણી આપવા પડશે, કૃષિ પેદાશ પ૦ ટકા વધારવી પડશે.

   રંગરાજન કમીટીના કહેવા મુજબ ભારતમાં ર૯.પ ટકા લોકો ગરીબ છે. દર ૧૦માંથી ૩ શખ્સ ગરીબ છે. આ સમિતિએ શહેરી વિસ્તારમાં એક મહિનામાં ૧૪૦૭ રૂપિયાથી ઓછો ખર્ચ કરે તેને ગરીબ ગણ્યો છે. આ જ રીતે ગામડામાં ૯૭ર રૂપિયા નક્કી કર્યા હતા. ર૦૧૧-૧રમાં ભારતમાં ગરીબોની સંખ્યા ૩૬.૩ કરોડ હતી. ર૦૦૯-૧૦માં આ સંખ્યા ૪પ.૪ કરોડ હતી. ગરીબ તેને ગણવામાં આવે છે જેની પાસે પાયાની જરૂરીયાતો એટલે કે રોટી, કપડા કે મકાન ન હોય.

 (10:16 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો