Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

પાટીદાર યુવાનો પર વધુ ૧૩૬ કેસો પરત ખેંચાયાઃ હજુ સુધી ૨૪૫ કેસ પરત ખેંચાયા

   અમદાવાદ, તા.૧૨, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પાટીદાર અનામત આંદોલનના કેસો પરત ખેંચવા અંગે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પાટીદાર સમાજ સાથે યોજાયેલ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનોને રાજ્ય સરકાર દ્વારા કેસો પાછા ખેંચવાની અપાયેલી ખાતરીના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ પોલીસ સાથે થયેલ ઘર્ષણ દરમ્યાન પાટીદાર સમુદાય ઉપર નોંધાયેલા કેસોમાંથી આજે વધુ ૧૩૬ કેસો પાછા ખેંચાયા છે. આજે ૧૩૬ કેસો મળી કુલ અત્યાર સુધીમાં ૨૪૫ જેટલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે.

   નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પાટીદાર આંદોલન સમયે રેલવે એકટ હેઠળ નોંધાયેલ કેસો પરત ખેંચવા અંગે ખાસ મંજુરી લેવી જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા રેલવે મંત્રી પિયુષ ગોયલને પત્ર પાઠવીને આ અંગેના કેસો પરત ખેંચવા વિનંતી કરવામાં આવી છે. જેની મંજુરી ટૂંક સમયમાં મળ્યા બાદ આ કેસો ઝડપથી પરત ખેંચવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન અને ત્યાર પછી પાટીદાર સમુદાયના લોકો સામે નોંધાયેલ કેસો ઝડપથી પરત ખેંચવા જિલ્લા મેજીસ્ટ્રેટ અને સંબંધિતોને સુચના આપવામાં આવી છે. ૪૨ સિવાયના બાકીના કેસો આગામી બે-ત્રણ દિવસમાં પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ ઉપરાંત આ આંદોલન દરમ્યાન નોંધાયેલા મોટા અને ગંભીર કેસો અંગે આગામી સમયમાં અલગથી નિર્ણય કરવામાં આવશે, તેમ પણ રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.

 (09:59 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS