Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

મેટ્રો પ્રોજેકટ માટે કરોડોની જમીન ટોકનના દરે અપાશે

સ્ટેન્ડિંગની બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઃ સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં તાકીદની દરખાસ્ત લાવી કરોડો રૂપિયાની દરખાસ્તો મ્યુનિ દ્વારા મંજુર કરી દેવામા આવી

   અમદાવાદ, તા.૧૨, રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થાય એ અગાઉ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરની કરોડો રૂપિયાની કિંમતની જમીન મેટ્રો રેલ પ્રોજેકટને માત્ર અઢીરૂપિયાના ટોકન દરથી ૯૯ વર્ષના ભાડા પટ્ટેથી રાજય સરકારની મંજુરીની અપેક્ષા સહ આપી દેવાની દરખાસ્ત પસાર કરી દેવામા આવી છે આ સાથે જ કરોડો રૂપિયાના કામોને પણ બેઠકમાં મંજુરી આપી દેવામા આવી છે આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટને પુરો કરવા માટે આજે સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમા એક તાકીદની દરખાસ્ત રજુ કરવામા આવી હતી.જેમાં ટી.પી.૧૮ સારંગપુરના ફાઈનલ પ્લોટ નંબર-૩૨ પૈકીની બંધ મીલ એવી ન્યુ ગુજરાત સિન્થેટીક નંબર-૩ની મ્યુનિસિપલ કોર્પોરેશનને મળેલી ૨૯૨૮ ચોરસમીટર ઉપરાંત સરકારમા મોકલવામા આવેલી વસ્ત્રાલ-રામોલની ટી.પી.સ્કીમ નંબર-૧૦૬ના ફાઈનલ પ્લોટ નંબર-૧૫૯ અને ૧૬૦ કે જે સેલ ફોર રેસીડેન્શીયલ સેલ માટે અનામત રાખવામા આવેલા હતા એ પૈકીની અનુક્રમે ૩૭૩૪ અને ૪૬૩૭ ચોરસમીટર જમીન  મેટ્રો રેલ પ્રોજેકટને રાજયના શહેરી વિકાસ મંત્રાલયની સુચનાને આધારે પ્રતિ ચોરસમીટર એક રૂપિયાના ટોકન દરથી ૯૯ વર્ષના ટોકન દર વસુલીને મેટ્રો પ્રોજેકટને આ તમામ પ્લોટોનો કબજો સોંપવાની દરખાસ્ત મંજુર કરવામા આવી છે.આ દરખાસ્ત  રાજય સરકારની મંજુરીની અપેક્ષાએ મંજુર કરવામા આવી છે.મહત્વની બાબત એ છે કે,આજની કમિટીમા અમદાવાદ શહેરના આ સિવાયના પણ અન્ય કરોડો રૂપિયાની કિંમતના પ્લોટો સાવ સામાન્ય એવા ટોકનદરથી આપી દેવાનો નિર્ણય કરવામા આવ્યો છે.જેમાં  શ્રમણોપાસક

   ટ્રસ્ટને શાહવાડીની ટી.પી.સ્કીમ નંબર-૯૪ની ૧૦૨૮૧ ચોરસમીટર જમીન માત્ર એક ઠરાવના આધારે માત્ર અઢી રૂપિયાના પ્રતિ ચોરસમીટરદરના ભાવથી ૨૦ વર્ષ માટે એડવાન્સ ભાડુ વસુલી ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપી દેવા ઠરાવ કરવામા આવ્યો છે.મહત્વની બાબત તો એ હતી કે,આજે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેની તારીખોજાહેર કરાશે અને આચાર સંહિતા લાગૂ થઈ જશે એ બીકમાં શાસકપક્ષ દ્વારા કરોડોરૂપિયાની દરખાસ્તો વિકાસ કામના ઓઠા હેઠળ બહુમતીના જોરે મંજુર કરાવી દીધી હતી.

 (09:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS