Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

પ૩ર પીએસઆઇ, ૧પ૧ ડીઆઇ તથા બદલી પામેલ તમામ ડીવાયએસપીઓને રાતોરાત ચાર્જ છોડી દેવા તાકીદના આદેશો છુટયા

પ૩ર પીએસઆઇ, ૧પ૧ ડીઆઇ તથા બદલી પામેલ તમામ ડીવાયએસપીઓને રાતોરાત ચાર્જ છોડી દેવા તાકીદના આદેશો છુટયા

   રાજકોટ : ગુજરાત વિધાન સભાની આગામી ચૂંટણી સંદર્ભે ૩ વર્ષે કે તેથી વધુ સમય થયા એક જ શહેર કે જિલ્લામાં ફરજ બજાવતા નાના-મોટા તમામ અધિકારીઓને નિયમાનુસાર બદલીઓ કરવામાં આવી છે.

   સુત્રમાંથી સાંપડતા નિર્દેશો મુજબ ઉપરોકત તમામ પોલીસ અધિકારીઓને રાતોરાત અર્થાત આજે જ ચાર્જ છોડી દઇ બદલી વાળી જગ્‍યાએ કાલે શુક્રવાર સુધીમાં હાજર થવા ફરમાન છુટયા છે. ડીજીપી દ્વારા ઉકત બાબતે સંબંધક ઉચ્‍ચ અધિકારીઓને પણ આ કાર્યવાહી કરવા સુચનાઓ આપી છે.

   રાતોરાત આ રીતે ચાર્જ છોડી નવી જગ્‍યાએ બીજા શહેરમાં કાલે હાજર થવાનું હોવાથી જેઓની બદલી થઇ છે તેવા નાના -મોટા અધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. દિપ્તોસ્‍વી તહેવારો ટાંકણે જ પરિવાર જ દૂર થઇ નવી જગ્‍યાએ હાજર થવાનું હોવાથી દિવાળી બાદ હાજર થવાનું મન મનાવી બેઠેલા અધિકારીઓ  તથા તેમના પરિવારોમાં ભારે નિરાશ જન્‍મવા પામી હતી. નવાઇની વાત એ છે કે જરૂરી ફાઇલો અને જરૂરી સુચનાઓ સાથે ચાર્જની લેતી-દેતી કરવામા પણ ભારે ભાગદોડ આદેશનાં કારણે થવા પામી છે.

    

 (09:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS