Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

રિંગ રોડ પર થ્રી-ફોર વ્હીલર વાહનો પર ટોલ ટેક્સ નાબૂદ

ઔડા વિસ્તારમાં આવતા રિંગ રોડ પર રાહત : ટોલ ટેક્સ માટેની રકમ ઔડા દ્વારા ટોલ ટેક્સ કંપનીને ચુકવવામાં આવશે : હજારો નાગરિકોને સીધો લાભ થશે

   અમદાવાદ,તા. ૧૨ : નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદના ઔડા વિસ્તારની હદમાં આવતા સરદાર પટેલ રિંગરોડ પર નાના વાહનો એટલે કે પેસેન્જર રીક્ષા અને ફોર વ્હીલર કાર પર લેવામાં આવતો ટોલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના ગ્રામ્ય વિસ્તારના હજારો નાગરિકોને લાભ મળશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ઔડાની આ દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. રિંગ રોડ ઉપર દિવસ દરમિયાન અંદાજે ૧૧૦૦૦થી વધુ મોટર કાર અને રીક્ષા પસાર થાય છે જેનો અંદાજિત રૂપિયા આઠ કરોડ જેટલો ટોલ ટેક્સ ઔડા દ્વારા ટોલ ટેક્સ કંપનીને ચુકવાશે. શહેરી વિકાસ વિભાગ અને ઔડા દ્વારા લેવાયેલ આ નિર્ણયથી આ રલિંગ રોડ પરથી પસાર થતાં લાખો નાગરિકોને સમય સાથે નાણાની પણ બચત થશે. ચૂંટણી નજીક છે ત્યારે એકપછી એક નિર્ણયો લેવાઈ રહ્યા છે.

 (08:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS