Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

આશ્રમરોડ પર એસટી અને બાઇક વચ્ચે અકસ્માત થયો

બાઇક પર પાછળ બેઠેલ શખ્સ ગંભીર રીતે ઘાયલ : એસટી બસની ટક્કરથી બાઇક પર જઇ રહેલા સિક્યુરિટી ગાર્ડનું કરૂણ મોત થયું : એસટી બસનો ડ્રાઇવર પલાયન

   અમદાવાદ, તા.૧૨ :    શહેરના આશ્રમ રોડ પર ઇન્કમટેક્સ સર્કલ નજીક ગઇ મોડી રાત્રે એસ.ટી બસના ડ્રાઇવરે એક બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇકચાલક શખ્સનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું., જયારે તેની પાછળ બાઇક પર બેઠેલા અન્ય શખ્સને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે વી.એસ.હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અકકસ્માત બાદ ગભરાઇ ગયેલો એસટી બસનો ડ્રાઇવર એસટી બસ ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. નવરંગપુરા પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી આરોપી ડ્રાઇવરની તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, નવરંગપુરા વિસ્તારમાં આવેલ જીવનકમલ બિલ્ડીંગમાં બલવંતસિંહ રાજપૂતની સીકયોરીટીમાં દેવનાથ પ્રેમચંદ(ઉ.વ.૨૧) અને મુકેશ ભંડારી સીકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગઇકાલે રાત્રે મુકેશ અને દેવનાથ બંને બાઇક લઇ ઘેર જવા નીકળ્યા હતા ત્યારે આશ્રમરોડ પર ઇન્કમટેક્સ સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસના ડ્રાઇવરે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે બાઇક પરના બંને સીકયોરીટી ગાર્ડ યુવક ફંગોળાયા હતા અને નીચે પટકાયા હતા. જેમાં દેવનાથ પ્રેમચંદનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતુ, જયારે મુકેશ ભંડારી પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક વી.એસ.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. જો કે, અકસ્માતથી ગભરાઇ ગયેલો એસટી બસનો ડ્રાઇવર પોતાની બસ ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયો હતો. નવરંગપુરા પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી આરોપી એસટી બસ ડ્રાઇવરની તપાસ હાથ ધરી છે.

 (07:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS