Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

અમદાવાદ અને સુરતના જેસીપી ડો. કે.એલ. એન. રાવ અને સિદ્ધરાજસિંહ ભાટીને એડી. ડીજી તરીકે બઢતી

ગૃહ ખાતા દ્વારા મુળસ્‍થાને ચાલુ રાખી બંનેને સ્‍પે. કમિશ્નર તરીકે નિમણુંક આપી

અમદાવાદ અને સુરતના જેસીપી ડો. કે.એલ. એન. રાવ અને સિદ્ધરાજસિંહ ભાટીને એડી. ડીજી તરીકે બઢતી

   રાજકોટ, તા. ૧૨ : અમદાવાદના જોઈન્‍ટ પોલીસ કમિશ્નર (સેક્રેટર-૧) તરીકે તાજેતરમાં નિમણુંક પામેલા કે. એલ. એન. રાવને એડી. ડીજીપી તરીકે બઢતી આપી તેઓને અમદાવાદમાં જોઈન્‍ટ પોલીસ કમિશ્નરનું પદ અપગ્રેડ કરી સ્‍પે. કમિશ્નર તરીકે નિમણુંક આપતો હુકમ ગૃહ ખાતા દ્વારા કરવામાં આવ્‍યો છે.

   ડો. કે. એલ. એન. રાવની સાથોસાથ તેમના બેચમેટ અને થોડા સમયમાં નિવૃત થનારા સુરતના જોઈન્‍ટ પોલીસ કમિશ્નર સિદ્ધરાજસિંહ ભાટીને પણ એડી. ડીજીપી દરજ્જે બઢતી આપી તેમના હાલના મુળસ્‍થાન અર્થાત્‌ જોઈન્‍ટ પોલીસ કમિશ્નર (ક્રાઈમ અને ટ્રાફીક)ની જગ્‍યાએ નિમણુંક આપવામાં આવી છે. સુરતના જોઈન્‍ટ પોલીસ કમિશ્નર ટ્રાફીક અને ક્રાઈમનું સ્‍થાન હવે અપગ્રેડ કરી એડી. ડીજી દરજાનું બનાવી સ્‍પે. કમિશ્નર તરીકે હાલ તુર્ત ફેરવવામાં આવ્‍યું છે.

   જેઓને બઢતી મળી છે તેવા સીનીયર આઈપીએસ ડો. કે. એલ. એન. રાવ તથા સિદ્ધરાજસિંહ ભાટી ખુબ જ કાર્યદક્ષ અને મહેનતુ અધિકારી હોવા છતાં લાંબા સમયથી તેઓ બઢતીની રાહ જોઈ રહ્યા હતા, આમ વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે અગાઉ જ આ બંને અધિકારીઓને બઢતી આપી દેવામાં આવી છે.

 (05:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS