Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

કોંગ્રેસના મૂળિયા સાફ થઈ ગયા છે અમે પ્રજાના કામ છેલ્લા સમય સુધી કરતા રહીશુ ગમે ત્યારે ચૂંટણી આવે અમે તૈયાર છીએ : વિજયભાઇ રૂપાણી બનાસકાંઠા પંથકમાં

ભાજપની ૧૫૦ + સિટોનો પૂરેપૂરો અમને વિશ્વાસ છેઃ ગુજરાત ગૌરવ યાત્રામાં અમને તમામ સમાજનો સાથ સહકાર મળી રહ્યો છેઃ વિજયભાઇ રૂપાણીભાઇ

કોંગ્રેસના મૂળિયા સાફ થઈ ગયા છે અમે પ્રજાના કામ છેલ્લા સમય સુધી કરતા રહીશુ ગમે ત્યારે ચૂંટણી આવે અમે તૈયાર છીએ : વિજયભાઇ રૂપાણી બનાસકાંઠા પંથકમાં

   રાજકોટ, તા. ૧ર : ગુજરાત ગૌરવયાત્રા રાજયના ખૂણે ખૂણે ભ્રમણ કરી રહી છે. જેમાં યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. આજે ઉત્ત્।ર ગુજરાતમાં બનાસકાંઠામાં ભીલડી હાઇ-વે, ખીમાણા, શિહોરી, થરા, દિયોદર, લવાણા, જેતડા, થરાદ, ભાભર, શીવાલય, ઉજનવાડા, રાધનપુર સ્થળોએ સંગઠનના આગેવાનો કાર્યકરો, સ્થાનિક લોકો અને જનતા વચ્ચે આ યાત્રા ફરશે અને લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.

   ભીલડી ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાને મુખ્યમંત્રીશ્રીએ સંબોધતા જણાવ્યુ કે, વિકાસ અમારા માટે મિજાજ છે મજાક નથી. આજે વિકાસના કારણે ગુજરાતની પ્રતિષ્ઠા દેશ-વિદેશમાં ઉભરી છે. ગુજરાતઆજે વિકાસનો પર્યાય બન્યો છે. ભારતીય જનતા પાર્ટી ૧૫૦ૅ બેઠકો જીતશે તેવો પૂરેપૂરો વિશ્વાસ છે. અમે પ્રજાના કામ છેલ્લા સમય સુધી કરતાં રહીશુ. ચૂંટણી ગમે ત્યારે આવે અમે તૈયાર છીએ. ગુજરાતની વિકાસ યાત્રામાં બનાસકાંઠાની જનતા સાથ સહકાર અવશ્ય આપશે. પુરની પરિસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરના રિસોર્ટમાં મોજમજા કરતા હતા. પ્રજાની તેમને કોઇ ચિંતા નથી આવા લોકોને હવે પ્રજા ઓળખી ગઇ છે. સમાજના દરેક વર્ગનો સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટી સાથે છે.

        આજે ઉત્ત્।ર ગુજરાતની આ યાત્રામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે, કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી જોડાયા હતા અને જનતાને પ્રેરક માર્ગદર્શન અને સરકારની યોજનાઓની જાણકારી આપી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે ગુજરાતના વિકાસના આધાર પર તેઓ આ પદ સુધી પહોંચ્યા તેનું દેશ અને ગુજરાતને ગૌરવ છે. 

 (05:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS