Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

પાટણના ભાભરમાંથી રૂ. ર૯.રર લાખનો દારૂ જપ્‍તઃ ર ઝડપાયા

   પાટણ તા. ૧ર :.. બનાસકાંઠા જુના ભાભર ખાતે દિયોદર ભાભર રોડ ઉપર બોરીયા ગામના પાટીયા પાસે આર. આર. સેલ. કચ્‍છ-ભુજ બાતમીના આધારે વોચ ગોઠવી પસાર થતા એક ટ્રેલરને રોકી તપાસ કરતા ગાડીમાં ભરેલ ૬૧૧ નંગ વિદેશી દારૂની વિવિધ બ્રાન્‍ડની પેટીઓ જેની કિંમત અંદાજે રૂ. ર૯,રર લાખ બાવીસ હજાર ગાડીની કિંમત રૂ. ૧૭ લાખ. કુલ રૂ. ૪૬ લાખ ઉપરનો મુદામાલ કબજે કર્યો છે. ગાડીમાંથી બે ઇસમો ઝડપાયા છે. જેમાં બલકચ્‍છી હરદીપસિંહ શીખ રંકાળીયાવાળુ પંજાબ, સુખબીરસિંહ રામસિંહ જાટ પંજાબની દારૂ હેરાફેરીમાં ધરપકડ કરી છે. રાજસ્‍થાન  અને પંજાબથી આ સરહદી વિસ્‍તારમાં દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોવાનું વારંવાર કનર્ટનરો પકડાતા રહે છે. ચૂંટણીઓ આવી રહી છે. અને દારૂની રેલમછેલ થવા લાગી છે.

 (04:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS