Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

પાટણમાં બહારની પોલીસે જુગારધામ ઝડપતા પીઆઇ-પીએસઆઇ સસ્‍પેન્‍ડ

   પાટણ તા.૧ર : શહેરમાં પાંચ દિવસ અગાઉ ચાણસ્‍માં હાઇવે પર હારીજના બાયપાસ રોડ ઉપર સ્‍પોટ કલબના ઓથા હેઠળ ચાલતા જુગારધામ ઉપર ગાંધીનગર વિજીલન્‍સની ટીમે દરોડો પાડી સંખ્‍યાબંધ જુગારીઓને મુદામાલ સહિત પકડી પાડયા હતા. પાટણ જીલ્લામાં ચાર્જમાં રાધનપુરમાં ફરજ બજાવતા પાર્થરાજસિંહ ગોહિલે, પાંચ પોલીસ કર્મચારીઓને સસ્‍પેન્‍ડ કરી એ-ડીવીઝન પીઆઇ, બી.એમ.દેસાઇ અને પીએસઆઇ ઉલ્‍વાને જાણ કરતા ભુજ રેન્‍જ આઇજી દ્વારા સસ્‍પેન્‍ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્‍યો છે. પીઆઇ-પીએસઆઇ અને પાંચ પોલીસ કર્મચારીને સસ્‍પેન્‍ડ અને છ કર્મચારીઓની બદલી કરી નાખતા દારૂના બુટલેગરો, જુગારના અડાવાળાઓ અને અસામાજીક તત્‍વોમાં ફફળાટની લાગણી વ્‍યાપી જવા પામી છે.

 (04:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS