Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

કોમન જીડીસીઆર અને એફએસઆઇ અંગે સરકારે શું જાહેરાત કરી?

ગ્રાઉન્ડ ફલોર ખુલ્લો રાખવા મંજૂરીઃ પાર્કિંગ માટે ખુલ્લો રાખી શકાશેઃ જેની એફએસઆઇમાં ગણતરી નહિ થાયઃ લાભ મકાન માલીકને જશે

   અમદાવાદ તા. ૧૨ : નીતિન પેટેલ કહ્યું હતું કે, 'વિકાસનું જે મહાઅભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે અત્યારે સરકારે વૈંકયાજીની ઉપસ્થિતિમાં જે નિર્ણય કરવામાં આવ્યો હતો તે અંગે ગુજરાતના મહાનગરોનો એક સમાન વિકાસ થાય અને બાંધકામના નિયમો એક સમાન લાગુ પડે, અને લોકોને તેનો લાભ મળે તે માટે કોમન જીડીસીઆર બનાવવાની જાહેરાત કરવામાંઆવી હતી. તે આજથી અમલવારી શરૂ કરી દીધી છે. આ કાયદા હેઠળ અત્યારસુધી જુંદા જુંદા જિુલ્લામાં અલગ એફએસઆઈ મળતી હતી, તેમાં હવે કેટેગરી પાડીને દરેક જિલ્લાને નિશ્રિત કેટેગરીમાં સમાવી લઈને એફએસઆઈ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સુરતમાં ૪૫ મીટરથી વધું પહોળા રોડ પર ૪ની એફએસઆઈ આપવામાં આવશે. એવીજ રીતે જે ૩૬ મીટરના રસ્તા છે તેના ૨૦૦ મીટરના વિસ્તારમાં જે ફાઈનલ પોઈન્ટ આપતા હશે તેને ૩.૬ એફએસઆઈ આપવામાં આવશે.'

   નીતિન પેટેલ કહ્યું હતું કે, 'કચ્છ જેવા ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં ઉંચા મકાનમાં હાઈરાઈઝ મકાનોને પરવાનગી આપવામાં નથી આવતી. તેમાં જે તફાવતનું પ્રમાણ હતું તે ૪૦ ટકા હતું, કચ્છમાં નગરપાલિકામાં તેમાં ઘટાડો કરીને કચ્છમા ક અને ડમાં ૩૦, નાના નગરોમાં  ૩૫ ટકા કપાત કરવાનો નિર્ણય લેવાયો છે. મહાનગરોમાં ૪૦ ટકા કપાત થશે. જીડીસાઆર પ્રમાણે જે મળવા પાત્ર એફએસઆઈ હશે તેમાં જે તે બિલ્ડરે વધારાનો ચાર્જ જે થશે તે નગરપાલિકામાં ભરવા પાત્ર હશે તે  ભરવો પડશે. અત્યારસુધી જે ફાઈલો રાજયસરકાર પાસે આવતી હતી તે નહિં આવે, સ્થાનિક ધોરણે તે પ્રશ્ન હલ થઈ જશે.'

   નીતિન પેટેલ કહ્યું હતું કે, 'પાર્કિંગની વ્યવસ્થા પૂરતી હોવી જોઈએ, તેવી ક્રેડાઈ તરફથી રજૂઆત કરવામાં આવી છે. અમે જે નિર્ણય કરવામાં આવ્યો છે તે અનુસાર નીચેનો ગ્રાઉન્ડ ફલોર ખુલ્લો રાખવામાં આવશે. તેને પાર્કિંગ માટે ખુલ્લો રાખવામાં આવશે. તો તેની એફએસઆઈમાં ગણતરી કરવામાં  નહિં મળે. તેનો લભ મકાનમાલિકોને મળશે. જે કોમન પ્લોટ આપવામાં આવે છે તેમાં અત્યારસુધી ૧૫ મીટર બંધકામની પરવાનગી હતી તેમાં હવે ૫૦ મીટર બાંધકામની પરવાનગી આપવામાં આવશે. જે સોસાયટી હેતુંક ઉપયોગ કરી શકાશે.'

   નીતિન પેટેલ કહ્યું હતું કે, 'બેઝમેન્ટ કરીને પાર્કિંગની સુવિધા કરવામાં આવતી હોય તેને તે રીતે બેઝમેન્ટની સુવિધા આપવામાં આવશે. વહીવટમાં પારદર્શિતા લાવવા, તેમજ બિલ્ડરો જે મકાનો બાંધે છે તેને સરળતા કરી આપવા નવા જીડીસીઆરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આથી જે લોકોને ઘરનું ઘર મેળવવાની ઈચ્છા છે તે પૂરી થઈ શકશે.'

 (04:34 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS