Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

નવી જીઆઇડીસીથી નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશેઃ સખીયા-મેતા

નવી જીઆઇડીસીથી નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશેઃ સખીયા-મેતા

   રાજકોટ તા. ૧રઃ જીલ્લા ભાજપા પ્રમુખ ડી. કે. સખીયા તથા મહામંત્રી ભાનુભાઇ મેતાએ સરકાર ગુજરાતમાં નવી ૧૬ જીઆઇડીસી બનાવવાની જાહેરાતને આવકારી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને અભિનંદન પાઠવેલ છે.

   તેઓએ જણાવ્યું છે કે, નાના-મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે જેનાથી ફાયદો થશે નવી રોજગારી ઉભી થશે. નાના ઉદ્યોગોને સહાયરૂપ બનવા નવી જીઆઇડીસીમાં ઉદ્યોગ સ્થાપનાર વેપારીઓને લાઇટબીલમાં પ્રતિ યુનિટ એક રૂપિયાની સબસીડીની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. જીઆઇડીસી માટે ખાસ તાલીમબદ્ધ યુવાનો તૈયાર કરશે. તાલીમ દરમ્યાન જ પુરૂષ ઉમેદવારને પ્રતિમાસ ૩ર૦૦/- રૂ. અને સ્ત્રી ઉમેદવારને ૪૦૦૦/- રૂ.ની મર્યાદામાં રાજય સરકાર તરફથી મદદ કરવામાં આવશે. તેમજ ગાર્મેટ ઉદ્યોગોને બચાવવાના સરકારના સરાહનીય પ્રયાસોને પણ જીલ્લા ભાજપના હોદેદારોએ આવકારેલ છે.

 (04:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS