Samachar Gujarat

News of Thursday, 12th October, 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ VVIPઓની સુરક્ષા માટે સ્પેશિયલ પોલીસ ફોર્સ બનાવાઇ

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ VVIPઓની સુરક્ષા માટે સ્પેશિયલ પોલીસ ફોર્સ બનાવાઇ

   અમદાવાદ તા. ૧૨ : ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં રાજય પોલીસ દ્વારા રાજયમાં ઈલેકશન કેમ્પેઈન માટે રાજયમાં આવનાર VVIP માટે સ્પેશિયલ ફોર્સ બનાવવામાં આવી છે. આ સ્પેશિયલ ફોર્સનું નામ હશે સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ (SPG). આ ફોર્સના પ્રથમ ૨૫ અધિકારીઓની ટ્રેનિંગ પૂરી થઈ ચૂકી છે જયારે અન્ય ૮૩ પોલીસકર્મીઓ કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી ખાતે તાલીમ લઈ રહ્યા છે.

   આમાટે રક્ષાશકિત યુનિવર્સિટીએ SPG સાથે ૨૦૧૬માં એક MoU સાઈન કર્યુ હતું. આ MoU અંતર્ગત રક્ષાશકિત યુનિવર્સિટી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન, વર્તમાન વડાપ્રધાન અને તેમના પરિવારજનોની સુરક્ષા માટે નિમાયેલા પોલીસકર્મીઓને યોગ્ય તાલીમ આપવાનું નક્કી કરાયું હતું.

   એડિશનલ DGP અને રક્ષાશકિત યુનિવર્સિટીના ડાયરેકટર વિકાસ સહાયે જણાવ્યું હતું કે, શ્નઅમે સપ્ટેમ્બર માસમાં જ કોન્સ્ટેબલ્સ, ડ્રાઈવર્સ અને સબ-ઈન્સપેકટર્સની ૨૫ માણસોની ટીમને દ્વારકા નજીકના હેડકવોર્ટરમાં સ્પેશિયલ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા.લૃ તેમણે આગળ વાત કરતા જણાવ્યું હતું કે,  'આ ૨૫ માણસોની ટીમ દ્વારા હવે ફરીવાર ૮૩ પોલીસકર્મીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ પોલીસકર્મીઓમાં રાજકોટ સીટી, રાજકોટ રૂરલ, વડોદરા રૂરલ, સુરત રૂરસ અને ગાંધીનગર જિલ્લા પોલીસનો સમાવેશ થાય છે.'

   તેમણે આગળ જણાવ્યું હતું કે, 'વિધાનસભા ચૂંટણીમાં VVIP મૂવમેન્ટ દરમિયાનના બંદોબસ્ત માટે આ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગમાં પોલીસકર્મીઓને ડ્રાઈવીંગ, સુરક્ષા તકનીક, પ્રોક્ષિમીટી એન્ડ ડિસ્ટન્ટ સિકયુરિટી, બોડી ટુ બોડી કોમ્બેટ અને ફાયર આર્મ્સની તાલીમ અપાશે.' પોલીસ અધિકારીઓએ આશા વ્યકત કરી હતી કે ૧ મહિના બાદ દરેક જિલ્લામાં આવા સ્પેશિયલી ટ્રેઈન્ડ ૬ પોલીસકર્મી મોકલવામાં આવશે.

 (11:27 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS