Samachar Business

News of Thursday, 12th October, 2017

શ્યાઓમીનો બેજલ લેન્સ ફૂલ સ્ક્રીન સ્માર્ટફોન થયો લોન્ચઃ કિં.૩૫,૯૯૯

શ્યાઓમીનો બેજલ લેન્સ ફૂલ સ્ક્રીન સ્માર્ટફોન થયો  લોન્ચઃ કિં.૩૫,૯૯૯

   રાજકોટ, તા.૧૨ : ચાઈનીઝ સ્માર્ટફોન બનાવનાર કંપની શાઓમીએ ભારતીય બજારમાં પહેલો ફુલ સ્ક્રીન ડિસ્પ્લે ફોન એમઆઈ મેકસ ૨ને લોન્ચ કર્યો છે. જેની કિંમત ૩૫,૯૯૯ રાખી છે.

   આ સ્માર્ટફોન ધનતેરસના દિવસે ૧૭ ઓકટોબરથી ફ્લિપકાર્ટ અને એમઆઈની વેબસાઈટ પર પ્રિવ્યુ સેલની રીતે ઉપ્લબ્ધ થશે. બાદમાં ૧ નવેમ્બરથી ફ્લિપકાર્ટ અને MIની વેબસાઈટ પરથી ભારતીય ગ્રાહકોને મળશે.

   આ સ્માર્ટફોનમાં ૫.૯૯ ઈંચ બેજલ લેન્સ સ્ક્રીન અપાઈ છે. તેમાં પાછળની ભાગમાં સિરામીકનો બેઝ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં ૬જીબી રેમ અને ૧૨૮જીબી ઈન્ટરનલ સ્ટૉરેજ છે.

 (09:29 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS