Samachar Business

News of Thursday, 12th October, 2017

નિકાસ પ્રતિબંધ હટ્યા છતાં કઠોળમાં મંદી તુવેર, અડદ અને મગના ભાવ ટેકાથી નીચે!!

નિકાસ પ્રતિબંધ હટ્યા છતાં કઠોળમાં મંદી તુવેર, અડદ અને મગના ભાવ ટેકાથી નીચે!!

   રાજકોટ, તા.૧૨ : કઠોળના ભાવમાં એકધારા ઘટાડા બાદ સરકારે નિકાસ પ્રતિબંધ હટાવાયા હતા છત્તા કઠોળના ભાવમાં કારમી મંદી યથાવત છે. દિવાળી પહેલા ચણાના ભાવ બે મહિનાના નીચલા સ્તર પર પહોચી ગયા છે. ચણા સિવાયના અન્ય કઠોળની કિંમતોમાં પણ નરમાઇ જોવા મળે છે.

   કઠોળમાં અડદ, મગ અને તૂવેરની કિંમતો એમએસપીથી ૨૭ થી ૩૩ ટકા સુધી નીચે પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે કઠોળની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધા બાદ પણ ભાવમાં હજુ મોટો સુધારો જોવાયો નથી.

   ઈન્દોરમાં તૂવેર ૪ હજાર રૂપિયાની નીચે વેચાઈ રહી છે, જયારે મગની કિંમત ૪ હજાર અને અડદ ૩૭૦૦ રૂપિયા કિવંટલ વેચાઈ રહી છે.

 (09:28 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS