Samachar Business

News of Thursday, 12th October, 2017

કઠોળની સરકારી ખરીદીની પોલિસીમાં કરાશે ફેરફાર

રાજયો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરશે અને કેન્દ્ર આપશે સબસીડી

કઠોળની સરકારી ખરીદીની પોલિસીમાં કરાશે ફેરફાર

   રાજકોટ, તા.૧૨ : કેન્દ્ર સરકાર કઠોળની સરકારે ખરીદીની પોલિસીમાં મોટા ફેરફાર કરે તેવી શકયતા છે. કન્ઝયુમર અફેયર્સ મંત્રાલયના પ્રસ્તાવ મુજબ રાજ્યો પોતાની જરૂરિયાત મુજબ કઠોળની ખરીદી કરે અને તેના માટે કેન્દ્ર સરકાર રાજયોને કઠોળની ખરીદી માટે સબસીડી ચૂકવે તેવી દરખાસ્ત મુકાઈ હોવાનું જાણવા મળે છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર એફસીઆઈ, નાફેડ, એસએફએસી મારફત કઠોળની સરકારી ખરીદી કરે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ રાજયોને કઠોળ વિતરણ કરાઈ છે. રાજયો જો કઠોળની ખરીદી ન કરે તો સરકારને નુકશાન થાય છે. તેવામાં હવે ગ્રાહક મામલાના મંત્રાલયે કઠોળની ખરીદી રાજયો મારફત કરાવવા પ્રસ્તાવ મુકયો છે.

   મળતી વિગતો મુજબ કન્ઝયુમર અફેયર્સ મંત્રાલયે કમિટી ઓફ સેક્રેટરીઝને પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં કહેવાયું છે કે, રાજયો પોતાની જરૂરિયાત મુજબ કઠોળની ખરીદી અને કેન્દ્ર સરકાર કઠોળની ખરીદી ઉપરાંત સંગ્રહ, ટ્રાન્સપોર્ટેશન માટે પણ રાજયોને સબસીડી આપી શકે છે.

 (09:28 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS