Samachar Business

News of Thursday, 12th October, 2017

લે બોલ.. મીઠાઈ- ફટાકડા અને ડેકોરેશનની સાથે ભગવાનની મૂર્તિ, કપૂર અને મીણબતી પણ મોંઘી!

મીણબતીમાં ૧૨ ટકા, કપુરમાં ૧૮ ટકા અને નવી મૂર્તિમાં ૨૮ ટકા જીએસટી!

લે બોલ.. મીઠાઈ- ફટાકડા અને ડેકોરેશનની સાથે ભગવાનની મૂર્તિ, કપૂર અને મીણબતી પણ મોંઘી!

   રાજકોટ, તા.૧૨ : વર્ષે દીપાવલી તહેવારોમાં ખિસ્સું વધુ હળવું થશે. જીએસટી બાદની આ પ્રથમ દિવાળી છે અને બજારમાં ફટાકડાથી લઈને ડેકોરેશનના ભાવ વધી ગયા છે. જીએસટીને કારણે માત્ર ખરીદીદારો  પરંતુ વેપારીઓની પણ મજા બગાડી છે. બજારમાં પૂજા સામગ્રી અથવા ગિફટ ખરીદી કરવી મોંઘી બની છે. બીજીતરફ અલગ-અલગ વસ્તુઓમાં જીએસટી લગાડવાની પ્રક્રિયાથી વેપારીઓ પણ પરેશાન છે.

   માર્કેટમાં દિવાળી તહેવાર ઉજવવા થતી ખરીદી પર જીએસટીનો માર જોવા મળે છે. મોટા ડેકોરેશન નહિ પરંતુ દિવાળી માટે મીણબત્તી ખરીદવી પણ જીએસટી બાદ મોંઘી બની છે. મીણબતીમાં પહેલા ૫ ટકા ટેકસની તુલનાએ હવે ૧૨ ટકા જીએસટી આપવો પડશે. ભગવાનની આરતી માટેના કપૂર ઉપર ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. જયારે ભગવાનની નવી મૂર્તિમાં ૨૮ ટકા જીએસટી લગાડાશે.

   ફટાકડાના ભાવમાં બમણો વધારો જોવાઈ રહયો છે. કેટલીક વસ્તુમાં પાંચ ગણો તોતિંગ ઉછાળો પણ થયો છે. જીએસટીને કારણે મીઠાઈ મોંઘી બની છે. તેવામાં પ્રકાશ પર્વ રોશની પણ જીએસટીની ઝપટમાં આવી છે. તેવામાં આ વર્ષે દિવાળી તહેવારોમાં ફટાકડા ફોડવા કે સગા સંબંધીઓમાં મીઠાઈ વહેંચવી હોય અથવા સજાવટ કરવા ખિસ્સું વધારે ઢીલું કરવું પડશે.

 (09:27 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS