Samachar Saurashtra

News of Saturday, 12th August, 2017

જામનગર-જીલ્લામાં ૨ મહિનામાં સ્વાઈન ફલુથી ૪ ના મોતઃ ૨૧ પોઝીટીવ કેસ

   જામનગર, તા. ૧૨ :. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાઈન ફલુ જન જાગૃતિ માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે.જામનગર-જિલ્લામાં જાન્યુઆરીથી ઓગષ્ટ સુધીમાં ૮ મહિનામાં સ્વાઈન ફલુથી ૪ વ્યકિતના મોત નિપજ્યા છે જ્યારે ૨૧ કેસ પોઝીટીવ નોંધાયા છે. જેમા સ્વાઈન ફલુની વધુ અસર જુલાઈ-ઓગષ્ટમાં વધુ થઈ છે.

   સ્વાઇન ફલુનો પોઝીટીવ કેસ આવ્યે તુરંત જ લગત યુ.એચ.સી.ને જાણ કરી સર્વેલન્સ કામગીરી કરવામાં આવે છે. શંકાસ્પદ કેસની કેટેગરીવાઈઝ તુરંત જ સારવાર ચાલુ કરવામાં આવે છે. સ્વાઇન ફલુથી બચવા માટે કયા કયા ઉપાયો કરવા તે સર્વેલન્સ દરમ્યાન લોકોને સમજાવવામાં આવે છે. ૫૦,૦૦૦ જેટલી પત્રિકાનું વિતરણ કરાયુ છે.

   આઈ.એમ.એ. સાથે તા. ૬-૮-૧૭ના રોજ મીટીંગ થઈ ગયેલ છે અને દરેક આઈ.એમ.એ. મેમ્બરને કેટેગરાઈઝેશનની ગાઈડલાઈન્સ આપવામાં આવેલ છે. ડ્રગ ઈન્સ્પેકટર સાથે પ્રાઈવેટ મેડીકલ સ્ટોરમાં ટેમીફલુ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તેના માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે.

   આરોગ્ય કેન્દ્રો ઉપરથી પ્રાઈવેટ પ્રેકટીસનર્સ પાસે આવતા કેટેગરી-બી વાળા દર્દીઓને વિનામૂલ્યે ટેમીફલુ મળી શકે તે માટે વોટસ એપ ગ્રુપ ઉપર આરોગ્ય કેન્દ્રના એડ્રેસ અને મેડીકલ ઓફિસરના મોબાઈલ નંબરની જાણકારી આપવામાં આવેલ છે.

   ઉકાળા વિતરણ

   પાંચ આરોગ્ય કેન્દ્ર તેમજ ૧૦ હોટલ રેસ્ટોરન્ટમાં ઉકાળા વિતરણ કામગીરીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમા મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. તા. ૧૦ના ઉકાળા વિતરણ કેન્દ્ર પરથી કુલ ૧૨૧૭ તેમજ તા. ૧૧ ના ૧૪૪૨ સહિત બે દિવસમાં કુલ ૨૬૫૯ લોકોએ લાભ લીધો હતો તેમ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ મહાનગરપાલિકા દ્વારા જણાવાયુ છે.(૨-૧૮)

 (02:36 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS