Samachar Saurashtra

News of Saturday, 12th August, 2017

પોરબંદમાં સરકારની મંજુર ગ્રાન્ટમાંથી ૮૦ ટકા વિકાસ કામો થતા નથી ?

લાંચ રૂશ્વત બ્યુરોને રજુઆતઃ બાકીના ર૦ ટકા નબળા કામની ફરિયાદો

   પોરબંદર તા.૧ર : જાગૃત નાગરિક પ્રફુલભાઇ ભગવાનજીભાઇ દત્તાણીએ લાંચ રૂશ્વત બ્યુરો નિયામકને રજુઆત કરીને નગરપાલિકામાં સફાઇ રોડ-લાઇટ અને પાણી સુવિધા માટે આવતી સરકારની ગ્રાન્ટમાંથી ૮૦ ટકા કામ થતા નથી અને બાકીના ર૦ ટકા નબળા કામ થતા હોય તેમ જણાવી તપાસની માંગણી કરતા લાંચ-રૂશ્વત બ્યુરો પોરબંદર શાખા કચેરી દ્વારા જવાબદારોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

   વિસ્તૃત માહિતી સાથે રજુઆતમાં રોડના નબળા કામો તેમજ શહેરમાં અન્ય નોંધનીય પુરતા વિકાસ કામો ન થતા હોવાનું પ્રફુલભાઇ ભગવાનજીભાઇ દત્તાણીએ જણાવેલ છે.

 (12:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS