Samachar Saurashtra

News of Saturday, 12th August, 2017

સુત્રાપાડાના છગીયા ગામે ૧૭ પશુના મોત

      વેરાવળ તા. ૧રઃ સુત્રાપાડા તાલુકાના છગીયા ગામે થોડા દિવસોથી પશુધનમાં ભેદી રોગચાળો ફેલાયેલ છે જેથી અત્યાર સુધીમાં ૧૭ પશુધન મૃત્યુ પામેલ છે.

      છગીયા ગામે છેલ્લા ૧૦ દિવસથી દરરોજ ભેદી રોગને લીધે એકાદ બે પશુ ધનના મૃત્યુ થતા હોય અત્યાર સુધી ૧૭ પશુધન મૃત્યુ પામેલ છે પશુ ડોકટર બારડે જણાવેલ હતું કે ગામમાં એક શિયાળ હડકાયું થતું હતું તેની લાળ ના ચેપથી આ રોગચાળો ફેલાયેલ હોય તેવું જણાવેલ હતું. પશુધનને સઘન સારવાર અપાય રહેલ છે. ગ્રામ્યજનોમાં ભય ફેલાયેલ છે. (૭.૪૦)

       

 (12:05 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS