Samachar Saurashtra

News of Saturday, 12th August, 2017

સુરેન્દ્રનગર જીલ્લામાં રોગચાળાનો ફુંફાડોઃ મેલેરિયા-સ્વાઇન ફલુના દર્દીઓની ભરમાર

૭ ઓગસ્ટ સુધીમાં મેલેરીયાના ૧૧૪ર દર્દીઓ નોંધાયાઃ શંકાસ્પદ સ્વાઇન ફલુમાં બાળકીનું મોતઃ આરોગ્ય તંત્ર દોડયુઃ ઘરે-ઘરે સર્વે-દવા છંટકાવ

    વઢવાણ તા. ૧ર :.. સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળાના કારણે જૂલાઇ મહિનામાં જ અંદાજે ર૦૦ થી વધુ મેલેરીયાના કેસો નોંધાયા છે. જેમાં કેટલાક સાદા તેમજ ઝેરી મેલેરીયાથી આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. ત્યારે ઘરે ઘરે સર્વે અને દવા છંટકાવ સાથે લોકોને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

   ઉપરાંત જિલ્લામાં બે શંકાસ્પદ સ્વાઇના ફલુના કેસ ધ્યાને આવ્યા છે. અને એક બાળકનું મોત થતા આરોગ્ય તંત્ર દોડવા લાગ્યુ છે.

   ભારે વરસાદ અને અતિ વૃષ્ટિના કારણે શરદી-ઉધરસ-ઝાડા -ઉલ્ટી - ટાયફોઇડ સહિતના રોગીના કારણે ખાનની તેમજ સરકારી હોસ્પિટલોમાં ઓપીડાના વધારા સાથે દર્દીઓનો ઘસારો થઇ રહ્યો છે. ત્યારે જૂલાઇ ર૦૧૭ ના માસમાં અંદાજે ર૦૦ થી વધુ મેલેરીયા ના કેસો ધ્યાને આવ્યા હતાં. આ ઉપરાંત જાન્યુઆરી ર૦૧૭ થી તા. ૭ ઓગસ્ટ ર૦૧૭ દરમિયાન ૧૧૪ર મેલેરીયા ના કેસો પોઝીટીવ તેમજ ૭૭ કેસો ઝેરી, મેલેરીયાના હોવાનું આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયું છે સુરેન્દ્રનગરનાં વઢવાણ - પાટડી - ધ્રાંગધ્રા - લીંબડી - ચુડા - હળવદ વગેરે વિસ્તારોમાં આરોગ્ય ની ટીમો ઘરે ઘરે જઇને સર્વે હાથ ધરી રોગચાળાને અટકાવવા દવાનો છંટકાવ - દવાઓનું વિતરણ કરી રહ્યા છે.

   હળવદમાં ર૭૦૦ દર્દીઓ

   હળવદ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧પ દિવસમાં તાવ-શરદી - ઝાડા-ઉલ્ટી-મેલેરીયા સહિત ર૭પ૯ દર્દીઓ બીમારીમાં સપડાયા છે.

   સરા રોડ સ્ટેશન રોડ બસ સ્ટેશન રોડ, ભવાનીનગર રોડ, ટીકર રોડ, દંતેશ્વર દરવાજા, વિસ્તારમાં પાણીના ખાબોચીયા ભરાયા છે. જેમાં મચ્છરનાં ઉપદ્રવ વધતા હળવદ વાસીઓ પાણી જન્ય રોગોમાં સપડાયા હોય તેમ લાગે છે. શહેરમાં રોગચાળાએ માથુ ઉંચકયુ હતું તેમ શહેરના ૮ ખાનગી હોસ્પીટલો અને હળવદની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ૧પ દિવસમાં દર્દીઓનો વધારો જોવા પડે છે.

   હળવદ શહેરમાં જુદા જુદા વિસ્તારના લોકો કે ઝાડા-ઉલ્ટી-મેલેરીયા - તાવ-શરદી- માથુ - વાયરલ-ઇન્ફેફશન, સહિતના ર૭પ૯ લોકો બીમારીમાં સપડાયેલ છે. આ અંગે વાસુભાઇનાં જણાવ્યા પ્રમાણે કે પાણીના ખાબોચીયા ભરાયેલા વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા દવાના છંટકાવ કરે અને આરોગ્યની ટીમ દ્વારા શહેરમાં ઘરે ઘરે સર્વે હાથ ધરે તે અત્યંત જરૂરી છે.

   

   જયારે લીંબડીનાં તરમણીયા ગામની બાળકીનું શંકાસ્પદ સ્વાઇન ફલુમાં મોત થયું છે. ત્યારે આરોગ્ય તંત્રે સફાળુ જાગી, ફોગીંગ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

   તરમણીયા ગામની અઢી વરસની ધારા કાનજીભાઇ ઝીંઝૂવાડાયાનું શંકાસ્પદ સ્વાઇન ફલુને લીધે મોત થયું છે.

   આ કેસની જાણ થતા જ તાલુકા હેલ્થ ઓફીસર ડો. દારામનરામ, ડો. રોહન પટેલ અને આરોગ્યની ટીમે તાત્કાલીક તરમણીયા ગામે દોડી ગઇ હતી. જમા આરોગ્યના કર્મચારીઓએ સર્વ  કર્યો દવાનો છંટકાવ તેમજ જરૂરી જણાય તેમને સ્વાઇન ફલુ વિરોધી ઉકાળા તેમજ  સારવાર આપવા શરૂ કરી છે.

   વઢવાણનાં ૧૦૦ પ્લોટ ધારકોને નોટીસ

   સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં ખાબકેલા ભારે વરસાદને ૧પ દિવસ કરતા વધુનો સમય થઇ ગયો છે ત્યારે હજુ પણ અનેક ખાનગી પ્લોટોમાં ભરાયેલા વરસાદી પાણી મચ્છરોનું ઉપદ્રવ સ્થાન બન્યા છે. આથી સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકા દ્વારા આવા ખાનગી પ્લોટના માલિકો સામે લાલ આંખ કરી છે. અને ૧૦૦ પ્લોટ ધારકોને નોટીસો ફટકારી છે.

 (11:57 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS