Samachar Saurashtra

News of Saturday, 12th August, 2017

ભાવનગરમાં સ્વાઈન ફલુના વધુ ૩ સાથે પાંચ દર્દી સારવારમાં

   ભાવનગર, તા. ૧૨ :. ભાવનગરની સરકારી હોસ્પીટલમાં બે અને ખાનગી હોસ્પીટલમાં એક મળી કુલ ત્રણ કેસ સ્વાઈન ફલુ પોઝીટીવના નોંધાયા છે અને પાંચ દર્દીઓ સ્વાઈન ફલુની આશંકા સાથે સારવાર લઈ રહ્યા છે.

   ભાવનગરમાં પણ સ્વાઈન ફલુ એ ભરડો લીધો છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મળતી વિગતો મુજબ શહેરની સર ટી હોસ્પીટલમાં બે અને એક ખાનગી હોસ્પીટલમાં મળી કુલ ત્રણ દર્દીને સ્વાઈન ફલુનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. શહેરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતી એક મહિલાને સ્વાઈન ફલુ પોઝીટીવ રીપોર્ટ આવતા ખાનગી હોસ્પીટલમાં સઘન સારવાર અપાઈ રહી છે જ્યારે વલ્લભીપુર અને તળાજાના એક - એક વ્યકિતને સર ટી હોસ્પીટલમાં સ્વાઈન ફલુની સારવાર આપવામાં આવી રહી છે. પાંચ દર્દીઓ શંકાસ્પદ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

 (11:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS