Samachar Saurashtra

News of Saturday, 12th August, 2017

મોરબીમાં યુટીલીટી ઘરથી દૂર લેવાનું કહેતાં કાનજીભાઇ કુંભારને માર પડ્યો

પડોશી જગદીશ પટેલ, તેના પત્નિ અને પુત્રી પાઇપથી તૂટી પડ્યા

   રાજકોટ તા. ૧૨: મોરબીમાં સો ઓરડી પાછળ શકિત સોસાયટીમાં રહેતાં અને નિવૃત જીવન ગાળતાં કાનજીભાઇ નાનજીભાઇ વામજા (ઉ.૬૨) નામના પ્રજાપતિ વૃધ્ધને પડોશમાં જ રહેતાં પટેલ જગદીશભાઇ ઉર્ફ વિરજીભાઇ ફેફર, તેના પત્નિ વર્ષાબેન અને પુત્રી નિશાએ ઢીકા-પાટુ અને પાઇપનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

   કાનજીભાઇના કહેવા મુજબ તેની બાજુમાં જ રહેતાં જગદીશભાઇ પટેલ ઘર નજીક નડતરરૂપ થાય એ રીતે તેની યુટીલીટી ગાડી પાર્ક કરે છે. તેને આ વાહન સાઇડમાં લેવાનું કહેતાં ગાડી તો અહિ જ રહેશે તેમ કહી પત્નિ-પુત્રી સાથે મળી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

 (09:57 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS