Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

રાજકોટ હેડ પોસ્‍ટ ઓફિસમાં વોચમેન હત્‍યા અને લૂંટના પ્રયાસનો કેશ ઉકેલાયો : પ્ર.નગર પોલીસને સફળતા મળી

   રાજકોટ,: રાજકોટ, તા. ૯ના મોડી રાત્રે શહેરની હેડ પોસ્‍ટ ઓફીસના પોસ્‍ટ મેન ભૂપતસિંહની ગળા કાપી કુર હત્‍યા કરી ર પોસ્‍ટ ઓફીસના પહેલા માળે આવેલ તીજોરીને ગેસ કટરની કાપવાનો પ્રયાસ કરી, લૂંટનો નિષ્‍ફળ પ્રયાસ કરવાની ઘટનામાં પ્ર.નગર પી.આઇ. પી.અેન. વાઘેલ, PSI હીતુભા રાણાની ટીમે આ કેશ ઉકેલી નાખી ૩ જેટલા મુસ્‍લીમ ખાટકી શખ્‍સોને સકંજામાં લીધા છે. હાલ તમામની પુપછરછ થઇ રહી છે.

   મળતી વિગત મુજબ રાજકોટ શહેરના મ્‍હે પોલીસ કમિશ્નર સા શ્રી અનુપમસિંહ ગહલોત સા તથા જોઇન્‍ટ પોલીસ કમિશ્નર સા શ્રી ભટૃ.સા તથા ના.પોલીસ કમિશ્નર સા કરણરાજ વાઘેલા સા.તથા ના.પોલીસ કમિશ્નર શ્રી એસ.આર. ઓડેદરા સા. તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા. પશ્ચિમ વિભાગ શ્રી હર્ષદ મહેતા સા. તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા. પુર્વ વિભાગ શ્રી બી.ડી. જોષી નાઓના માર્ગદર્શન મુજબ એ-ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં હેડ પોસ્ટ ઓફીસ, રાજકોટ ખાતે બનેલ લુંટની કોશીષ તથા મર્ડરના ચકચારી બનાવ અંગે રાજકોટ શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એ ડીવીઝન પોલીસ સ્ટેશન પો.ઇન્સ.શ્રી યાદવ સા.  પો.સ.ઇ. ચાવડા તથા કાઈમ બ્રાંચની ટીમો બનાવી પરસ્પર સંકલનમા રહી પ્ર.નગર પોલીસ સ્ટેશન પો.ઇન્સ.શ્રી પી.એન. વાઘેલા તથા પો.સ.ઇ. શ્રી એચ.એમ. રાણા તથા પો.સ.ઇ. શ્રી જે.બી. ખાંભલા દ્વારા કુલ-૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. જેઓના નામ (૧) રફીક જમાલભાઇ કટારીયા, રહે. મુળ મુંબઇ મલાડ વેસ્ટ, મળજેટી, ગરીબ નવાજ ચાલ હાલ ઇદગાહ મસ્જીદ પાસે, ખાટકી વાસ, રાજકોટ (૨) દીપ યુસુફભાઇ ખીરાણી, રહે. ભીલવાસ સામે, રાજકોટ તથા (૩) સદામ શમસેરભાઇ કાથરોટીયા, રહે. ખાટકીવાસ, રાજકોટ તથા (૪) મહમદ ઉર્ફે જોન રજાકભાઇ તાલબ, રહે. ભીલવાસ શેરી નં.૪, રાજકોટ વાળાઓ છે. જેઓની પુછપરછ ચાલુ હોય અને સદરહુ ગુન્હાઓને લગતી કડીઓ મેળવવાની કાર્યવાહી ચાલુ છે જેથી અનડીટેકટ ખુન શોધી કાઢવામા રાજકોટ શહેર પોલીસને બહોળી સફળતા મળેલ છે. જે બાબતે આવતીકાલની પ્રેસ કોન્ફરંસ કલાક 12/00 (પ્રિન્ટ મીડિયા ) તથા  કલાક 12/30 (ઇલેકટ્રોનીક  મીડિયા)  પોલીસ  કમિશનર સાહેબ દ્વારા લેવામાં આવશે.*

 (10:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS