Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

તહેવારોમાં શાકભાજી મોંઘાદાટઃ રસોડાના બજેટ ખોરવાયા

ટમેટા - ડુંગળીમાં તેજી ભભૂકયા બાદ શાકભાજીના ભાવ ઉંચકાયાઃ હાજર માલની અછત અને સંગ્રહખોરોની પક્કડ

તહેવારોમાં શાકભાજી મોંઘાદાટઃ રસોડાના બજેટ ખોરવાયા

      રાજકોટ તા. ૧૨ : સાતમ આઠમના તહેવારોમાં અને વરસાદી માહોલમાં શાકભાજીના ભાવમાં તેજી ભભૂકી છે. ટમેટા અને ડુંગળીના ભાવમાં તેજીથી ગૃહિણીઓના બજેટ ખોરવાયાં હતા ત્યારે લીલોતરી શાકભાજીના ભાવમાં ઓન ઉછાળો જોવાઈ રહયા છે ગયા અઠવાડિયે ડુંગળી રપથી ૩૦ની કિલો મળતી હતી તે વધીને હવે પ૦ સુધી પહોંચી ગઇ છે બીજી તરફ શાકભાજીના ભાવ પણ તહેવારો શરૂ થતાંની આસમાને પહોંચ્યા છે.ગત સપ્તાહે કિલો દીઠ ૮૦ થી ૧૦૦એ મળતાં કંકોડાં,પરવળ, મેથીની ભાજી, કારેલાં વગેરે ૧પ૦ને પાર ગયા છે.

      ડુંગળીના ભાવમાં ઘટાડાની ચાલુ મહિને કોઈ શકયતા નથી એમ મનાય છે કે ડુંગળીના ભાવ ઘટતાં સપ્ટેમ્બર આવી જશે.મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાવેતરમાં ઘટાડો અને આંધ્રથી આવતી નવી આવકના ડુંગળીને એક મહિનાનો સમય લાગી જશે.હાલમાં ડુંગળીના ભાવ ૪પ૦ મણ દીઠ બોલાઇ રહ્યા છે હાજર માલની શોર્ટેજ અને સંગ્રહખોરો માલ કોર્ડન કરીને બેઠા છે તેમ જણાવાઇ રહ્યું છે.

       એપીએમસી માર્કેટમાં ટામેટાંનો ભાવ પ્રતિ ર૦ કિલો ૬૦૦થી ૧૦૦૦ બોલાઇ રહ્યો છે.ટામેટાં છુટક ભાવે અત્યારે ૮૦ થી ૧ર૦ના ભાવે વેચાઇ રહ્યાં છે.માત્ર કાંદા અને બટાકા જ નહીં કંકોડાં, પરવળ, ચોળીના ભાવ અત્યારે રાંધણ છઠ્ઠ નજીક આવતાં જ આસમાને છે.૧૬૦ના ભાવે કિલો દીઠ છુટક વેચાણ થઇ રહ્યું છે કોથમીર, મેથીની ભાજી વગેરે ર૦૦ કિલો દીઠ ભાવ બોલાઇ રહ્યા છે.

      સપ્તાહ પહેલાં જે શાકભાજી ૬૦થી ૭૦ કિલો દીઠ મળતાં હતાં તે અત્યારે ૯૦થી ૧૦૦ પ્રતિ કિલો વેચાઇ રહ્યાં છે.શ્રાવણ મહિનો અને તહેવારોની સિઝન છે ત્યારે શાકભાજી તેમજ બટાકા, ટામેટાંના ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓના અને સોડાના બજેટ ખોરવાયાં છે.

      એપીએમસીના સેક્રેટરી દીપક પટેલના જણાવ્યા મુજબ નાસિકમાં કાંદાનો સ્ટોક ઘટતાં હવે કર્ણાટકથી સ્ટોક આવશે ત્યારે ડુંગળી અને ટામેટાંના ભાવ ઘટતાં સપ્ટેમ્બર માસ આવી જશે. જયારે શાકભાજીના ભાવ બે સપ્તાહ પછી કમશઃ ઘટવાની શરૂઆત થશે.(૨૧.૨૭)

       

 (03:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS