Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

મ્યુનિ. કોર્પોરેશન ર્સ્પોટસ એન્ડ રીક્રીએશન કલબ દ્વારા નાટય શો યોજાયો

મ્યુનિ. કોર્પોરેશન ર્સ્પોટસ એન્ડ રીક્રીએશન કલબ દ્વારા નાટય શો યોજાયો

   રાજકોટઃ મ્યુનિસીપલ કોર્પોરેશન સ્ટાફ સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન કલબના દ્વારા હેમુગઢવી નાટય ગૃહમાં મુંબઇનું સુપ્રસિધ્ધ નાટક ''જોક સમ્રાટ'' નો નાટય શો યોજવામાં આવ્યો. નાટકની શરૂઆતમાં ભારત દેશ માટે સહીદી વ્હોરનાર શહિદ જવાનો માટે ખિચોખિચ ભરેલ નાટયગૃહના દરેક સભ્યોએ પોતાના સ્થાન ઉપર ઉભા થઇ શહિદોને મહાૃત્યંજયના મંત્રો બોલી શ્રદ્ધાંજલી આપી હતી. નાટક ઉત્સાહભેર માણ્યો હતો નાટકના મુખ્ય કલાકારો સંજય ગોરડીયા ત્થા દરેક પાત્રાના અભિનય તેમજ ડાયલોંગને સભ્યોએ વધાવ્યા હતા અને તાળીઓથી હોલ ગુંજતા રહ્યા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવામાં કલબના પ્રમુખ ભાસ્કર ઘંટલાના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યો ભાર્ગવ ઠાકર, મોલેશભાઇ વ્યાસ, મયુરભાઇ પરનાલીયા, દિલીપભાઇ પંડયા ત્થા સી.એન.રાણપરાએ ખુબજ જહેમત ઉઠાવી હતી. ઇન્સેન્ટ તસ્વીર મૌલેશ વ્યાસ તથા ભાર્ગવ ઠાકરની છ.(૬.૨૧)

 (03:36 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS