Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

આર.આર. સેલ મોટા મહિકા પાસે 'કટીંગ' વખતે જ ત્રાટકયોઃ રાજકોટના શબલાનો રૂ. ૧૩.૨૦ લાખનો દારૂ-બીયર જપ્ત

રેન્જ આઇ.જી. ડી.એન. પટેલની રાહબરી હેઠળ પી.એસ.આઇ. કૃણાલ પટેલ અને ટીમની કામગીરી

આર.આર. સેલ મોટા મહિકા પાસે 'કટીંગ' વખતે જ ત્રાટકયોઃ રાજકોટના શબલાનો રૂ. ૧૩.૨૦ લાખનો દારૂ-બીયર જપ્ત

   રાજકોટઃ રેન્જ આઇ.જી. ડી.એન. પટેલની સુચનાથી આર.આર. સેલના પીએસઆઇ કૃણાલ પટેલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે સિંધાવદરથી મોટા મહિકા તરફ જવાના રસ્તે વાડી વિસ્તારમાં ખરાબામાં મીની ટ્રક આવ્યો છે અને તેમાંથી દારૂનું કટીંગ થઇ રહ્યું છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં મીની ટ્રક બંધ બોડીનું નં. જીજે૧૮એએકસ-૦૮૫૦ મળી આવ્યું હતું. તેમાંથી રૂ. ૯૬ હજારના ૯૬૦ બીયરના ટીન અને ૪૦૮૦ દારૂની બોટલો મળી કુલ રૂ. ૧૩,૨૦,૦૦૦નો દારૂ મળતાં તે તથા એક એકટીવા અને મીની ટ્રક કબ્જે લેવાયો હતો. આ વાહનનો ચાલક હરિયાણાનો સંજય હોવાનું તેમજ પોલીસને જોઇ ભાગી ગયેલો રાજકોટ ખોડિયારપરાનો શબ્બીર ઉર્ફ શબલો કાસમભાઇ ચાનીયા હોવાનું ખુલતાં બંને સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી છે. (૧૪.૧૨)

   

 (03:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS