Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

શીવધામ સોસાયટી અને એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ૧૧ શખ્સો પકડાયા

આજી ડેમ પોલીસે પાંચ અને યુનિવર્સિટી પોલીસે મહિલાઓ સહિત છની ધરપકડ કરી

શીવધામ સોસાયટી અને એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ૧૧ શખ્સો પકડાયા

   રાજકોટ તા. ૧ર :.. શહેરના આજી ડેમ વિસ્તારની શીવધામ સોસાયટી અને ૧પ૦ ફુટ રોડ ગોકુળ-મથુરા એપાર્ટમેન્ટની પાછળ આવેલ શ્રીનાથજી પાર્ક એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો પાડી મહિલાઓ સહિત ૧૧ શખ્સોને પકડી લીધા છે.

   મળતી વિગત મુજબ આજી ડેમ પોલીસના ડી સ્ટાફના પીએસઆઇ એ. પી. સોલંકી, હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ નિમાવત, કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી અને જયદીપસિંહ બોરાણા સહિત પેટ્રોલીંગમાં હતાં.  ત્યારે બાતમીના આધારે રણુજા પાસે શીવધામ સોસાયટી શેરી નં. ર માં દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતા રણુજા જુના ગણેશનગર-પ નો કરશન અરજણભાઇ કુવાડીયા (ઉ.૩પ), શીવધામ સોસાયટીનો રમેશ બાબુભાઇ પરમાર (ઉ.પ૧), જુના ગણેશનગરનો વજુ વીરાભાઇ મેતા (ઉ.ર૭) અને વરછરાનગરનો જીતુ લક્ષ્મણભાઇ ભીંભી (ઉ.૩૮) ને પકડી લઇ રૂ. ૭૭૧૦ રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જયારે અન્ય દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના ડી સ્ટાફના પીએસઆઇ વી. આર. જાડેજા તથા કોન્સ. અમીનભાઇ, રવિરાજસિંહ, ગીરીરાજસિંહ, હરિશચંદ્રસિંહ અને શબ્બીરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા રવિરાજસિંહ અને શબ્બીરભાઇ મલેકને બાતમી મળતા ૧પ૦ ફુટ રીંગ રોડ, શ્રીનાથજી પાર્ક એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૩૦૪ માં દરોડો પાડી જૂગાર રમતા ફલેટ માલીક ચેતન ધરમશીભાઇ ભાલોડીયા (ઉ.૩પ), રાજેશ્રી ઉર્ફે રાધીકા ચેતનભાઇ ભાલોડીયા (ઉ.૩૦), જયોત્સના ચમનભાઇ ઘોડાસરીયા (ઉ.૩ર)  જાગૃતી દલપતભાઇ ગામી (ઉ.૪૬),  કલાવતી દિપકભાઇ ગરાળા (ઉ.પ૦) અને દિપક દેવજીભાઇ ગરાળા  (ઉ.પ૬) ને પકડી લઇ રૂ. ૧૭,૯પ૦ ની રોડક સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

 (03:34 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS