Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

મોરના શિકાર મામલે ૯૮માં કરેલા કેસમાં હજુ સુધી ન્યાય નથી મળ્યો!

જોડીયાના તારણાધાર ગામના ૮૦ વર્ષના આહિર વૃધ્ધ ભુતાભાઇ બાબરીયા ભારે વ્યથિતઃ અનેક વખત ધરાણા કરી ઠેકઠેકાણે રજૂઆતો પણ કરી છે

મોરના શિકાર મામલે ૯૮માં કરેલા કેસમાં હજુ સુધી ન્યાય નથી મળ્યો!

      રાજકોટ તા. ૧૨: જોડીયાના તારણાધાર ગામના વતની ૮૦ વર્ષના આહિર વૃધ્ધ ભુતાભાઇ ગોરાભાઇ બાબરીયાએ વર્ષ ૧૯૯૮ની સાલમાં ગામમાં દેવીપૂજક શખ્સોએ કરેલા મોરના શિકારના કેસમાં આજે સત્તર વર્ષ પછી પણ ન્યાય ન મળતાં આ મામલે વધુ એક વખત રજૂઆત કરી છે.

      ભુતાભાઇએ જણાવ્યું છે કે ૯૮ની સાલમાં મોરના શિકાર મામલે મેં કેસ કર્યો હતો. ત્યારે ગામમાં સરપંચ તરીકે સાતાભાઇ હતાં. જે તે વખતે બે મોરનો કબ્જો ફોરેસ્ટ અધિકારીને પોસ્ટ મોર્ટમ માટે સોંપાયો હતો. સત્તર વર્ષ આ કેસને વિતી ગયા છતાં હજુ સુધી કેસ બોર્ડ પર આવ્યો નથી. તાલુકા કાનુની સેવા સમિતી જોડીયા તરફથી આ કેસ બાબતે ગુજરાત હાઇકોર્ટ તરફથી વકિલશ્રી માંકડ તથા તે વખતે જજશ્રીએ ૨૦/૧૦/૧૬ના પત્રથી લિગલ એઇડ નીચે વકિલશ્રી તરીકે આર.એન. ગોસાઇ-જોડીયાની નિમણુંક પણ કરી છે. પરંતુ કયા કારણોસર કેસ દાખલ થયો નથી અને પગલા લેવાયા નથી તેનો જવાબ મારે જોઇએ છે. આ મામલે મેં માહિતી અધિકાર હેઠળ પણ માહિતી માંગી છે અને ન્યાયની માંગણી સાથે જામનગર કલેકટર કચેરી, જામનગર પોલીસ અધિક્ષકશ્રી તથા અન્ય વિભાગોમાં રજૂઆતો કરી છે અને અવાર-નવાર ધરણાના કાર્યક્રમો પણ આપ્યા છે. મારા પ્રશ્નનો નિવેડો લાવવા જે તે વિભાગ તરફથી સુચનાઓ પણ અપાઇ છે. પરંતુ હજુ ન્યાય મળ્યો નથી. ભુતાભાઇ હવે પોતાને ન્યાય મળે તેવી આજીજી કરી રહ્યા છે.

 (03:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS