Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

ફાજલ જમીન પરની વસાહતો પ્રશ્ને ગોવિંદ પટેલની રજુઆત

ફાજલ જમીન પરની વસાહતો  પ્રશ્ને ગોવિંદ પટેલની રજુઆત

   રાજકોટ, તા. ૧ર : ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે યુ.એલ.સી. સુધારા વિધયેક ઉપર મહેસુલ વિભાગના બીલ નં. ર૯ ઉપર બોલતા જણાવ્યું હતુ કે શહેરી જમીન ટોચ મર્યાદા કાયદો ૧૭-ર-૧૯૭૬ ના રોજ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ અને એવું જણાવેલ કે શહેરી વિસ્તારની આજુબાજુ ખેડૂતો માલેતુજાર અને જમીનના સટ્ટાખોર છે જેથી નિયમ મુજબના યુનિટો આપીને બાકીની જમીન કાજલ કરી સરકાર હસ્તક લઇને ગરીબોને તેના ઉપર આવાસ બાંધીને આપવામાં આવશે. ગરીબોના નામે કેન્દ્ર સરકારના આ કાયદાથી હજારો ખેડૂતોની જમીન આ કાયદા હેઠળ પડાવી લેવામાં આવી છે.

   આવી જમીન વર્ષો સુધી ખુલ્લી રહેવા પામી અને તે સરકારી જમીન ઉપર નાના અને ગરીબ વર્ગના લોકોએ પોતાના કાચા પાકા મકાનો બનાવ્યા. વર્ષો સુધી આ મકાનોમાં આ ગરીબ વર્ગના લોકોએ પોતાના કાચા પાકા મકાનો બનાવ્યા. વર્ષો સુધી આ મકાનોમાં આ ગરીબ પરિવાર અધ્ધરશ્વાસે રહ્યા. જેને ભાજપની આ સરકારે કાયમી હક્ક આપવાનો નિર્ણય કરતો ખરડો વિધાનસભામાં પાસ કરીને લગભગ ર૦,૮૦૦ જેટલા અરજદારોને તેના કાયદેસરના હકક આપ્યા ઘણા લોકોને સમય મર્યાદા ૩૦ દિવસની છે તેમાં લોકો પૈસા ભરી ન શકે તો તે અરજી રદ થાય તેવો નિયમ છે જેમાં મુદત વધારો આપવો જોઇએ અને તેને સરળ હપ્તા અને મુદત આપવી જોઇએ તેમ ગોવિંદભાઇએ જણાવેલ લોન બાબતે પણ સરળતા લાવવા સુચન કરેલ.

 (03:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS