Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

આગોતરૂ એંધાણ

છૂટાછવાયા ઝાપટા-હળવો વરસાદ ચાલુ રહેશે

આવતા શુક્રવાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના ૭૦ ટકા ભાગોમાં અલગ - અલગ દિવસે છુટાછવાયા ઝાપટા - હળવો તો કોઈ - કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ : ૩૦ ટકા ભાગોમાં ઝાપટાથી મધ્યમ વરસાદ પડશે : અશોકભાઈ પટેલ

છૂટાછવાયા ઝાપટા-હળવો વરસાદ ચાલુ રહેશે

   રાજકોટ, તા. ૧૨ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે ચોમાસુધરી હાલમાં હિમાલયની તળેટી તરફ સરકી ગઈ છે. જેથી ભારે વરસાદ યુ. પી., ઝારખંડ, બિહાર, પ. બંગાળ (હિમાલયની તળેટીવાળા ભાગો)માં વધુ વરસાદ છે એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ. મી. ની ઉંચાઈએ દક્ષિણ રાજસ્થાન, લાગુ સિંધ, કચ્છ આસપાસ છે જેનો ટ્રફ અરબીસમુદ્ર તેમજ સૌરાષ્ટ્ર સુધી લંબાય છે.

   તા. ૧૨ થી ૧૮ (શનિથી શુક્ર) દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ ગુજરાતના ૭૦ ટકા ભાગમાં અલગ - અલગ દિવસે છૂટાછવાયા (૧૫ મી.મી.) ઝાપટા - હળવો વરસાદ કોઈ - કોઈ જગ્યાએ મધ્યમ વરસાદની શકયતા છે. વાદળા - તડકો મિકસ વાતાવરણ રહેશે બાકીના ૩૦ ટકા ભાગોમાં અલગ અલગ દિવસે છુટાછવાયા ઝાપટા હળવો મધ્યમ વરસાદ જેની કુલ માત્રા ૧૫ મી. મી.થી ૪૦ મી. મી. સુધી પડશે. દક્ષિણ ગુજરાત તરફ વરસાદની માત્રા વધુ રહેશે.

   પવનનું પ્રમાણ વધ્યુ છે તે ૧૪ મીથી ક્રમશઃ ઘટાડો થશે. આગાહીના છેલ્લા દિવસોમાં પશ્ચિમ બંગાળની ખાડી, લાગુ આંધ્ર ઓરીસ્સા આસપાસ એક સિસ્ટમ્સ તા. ૧૮ થી ૨૦ આસપાસ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ્સ કંઈ તરફ જશે તે હાલ ન કહી શકાય.

    

 (03:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS