Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

અડીંગો - રીબડા શાખામાં જન્માષ્ટમીની સ્વાદીલી મોજ

વિશાળ ડોમમાં નેચરલ બગીચમાં મનગમતા સ્વાદ માણોઃ માટલા ઉંધિયુ, દાલબાટી, ચુરમુ, ગાંઠિયાનું શાક, મેથી કેળા, ઢોકળી, તીખારી... વિવિધ નાસ્તા-આઇસ્ક્રીમ * બાળકો માટે ખેલકુદનો જલ્સો

અડીંગો - રીબડા શાખામાં જન્માષ્ટમીની સ્વાદીલી મોજ

      આ વર્ષ જન્માષ્ટમીના તહેવારો ઉજવો અમારી ત્યાં ૭પ*૯૦ ફુટનો વિશાળ ડોમ જયાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ડોમની અંદર નેચરલ બગીચો અને ગજીબો પણ આવેલ છે.

      રાજકોટ અને સૌરાષ્ટ્રની ઉત્સવ પ્રેમી અને સ્વાદ પ્રેમી જનતા માટે માટલા ઉંધિયુ, દાલ બાટી, ચુરમુ, ગાંઠીયાનું શાક, ડુંગળીનું શાક, મેથી કેળા, ઢોકળી, તીખારી જેવી અવનવી વેરાઇટી તે ઉપરાંત કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને નાસ્તો, આઇસ્ક્રીમ બધુ તો ખરૂ જ.

      બપોરે લંચમાં એક સ્વીટ, બે ફરસાણ, ૪ શાક (બે ગુજરાત-બે પંજાબી), પુલાવ-કઢી, રોટી-પરોઠા-છાસ-પાપડ-સલાડ બધુ અનલિમિટેડ રૂ.ર૩૦માં ફુલ ડીશ. એ રીતે ડીનરમાં પણ સ્વાદ પ્રેમીઓને મોજ કરાવાશે.સંચાલક મેઘાવ્રતભાઇ કહે છે કે, અડીંગો-રીબડા ખાતે કુદરતના સાનિધ્યમાં જન્માષ્ટમીના તહેવારોની મોજ માણવા જેવી છે. સ્વાદિષ્ટ વ્યંજનો, વિશાળ લોન, બાળકો માટે ચકરડી જેવા સાધનો જલ્સા કરાવશે. નેશનલ હાઇવે-૮ ખાતે રીબડા ચોકડી પહેલ, સન ફલાવર સ્કુલ સામે સ્વાદ અને મોજ તમારી રાહ જુએ છે. આ અંગે વધારે વિગતો માટે મેઘાવ્રત રાઠોડ મો.૯૯૯૮૦-૦૪૦૦૪ નંબર પર સંપર્ક કરી શકાય છે.

 (03:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS