Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

જન્માષ્ટમી બાદ ખાદ્યતેલમાં ભાવમાં ઘટાડો અટકશે?

કાચા પામતેલની આયાત ડ્યૂટી ૭.૫ ટકાથી વધારી ૧૫ ટકા અને રિફાઇન્ડ પામઓઇલની ડ્યૂટી ૧૫ ટકાથી વધારી ૨૫ ટકા કરાઇ

    રાજકોટ તા. ૧૨ : ખાઘતેલના ઘટતા ભાવને પગલે તેલીબિયાંના પૂરતા ભાવ નહિ મળતા હોવાને કારણે સરકારએ કાચા પામ તેલની આયાત ડ્યૂટી ૭.૫ ટકાથી વધારી ૧૫ ટકા અને રિફાઇન્ડ પામ ઓઇલ પર ડ્યૂટી ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરી છે મગફળીની નવી આવકને હવે માત્ર દોઢથી બે મહિનાની વાર છે તે પહેલા સિંગતેલ સહિત અન્ય ખાઘતેલોના ભાવમાં સતત ઘટાડો થાય છે સિંગતેલનો ભાવ ડબે ૧૫૦૦ની સપાટીએ પહોંચ્યો છે ત્યારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળે તથા રિફાઇન્ડ મિલોને રાહત આપવા સરકારે આયાત ડ્યૂટી વધારી જેના કારણે આગામી દિવસોમાં સિંગતેલ સહિત અન્ય ખાઘતેલોના ભાવમાં ઘટાડાની ચાલ અટકી શકે છે.તેમ જાણકારો માને છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ વિભાગેના નોટિફિકેશન મુજબ સોયા તથા સૂરજમુખી જેવા અન્ય કાચા ખાઘતેલો માટે આયાત ડ્યૂટીને ૧૨.૫ ટકાથી વધારીને ૧૭.૫ ટકા કરી દીધી છે.

   જાણકારોના માનવા મુજબ વૈશ્વિક બજારમાં રિફાઇન્ડ પામ ઓઇલ તથા અન્ય ખાઘતેલોના ભાવ નીચા છે અને તેના કારણે સ્થાનિક બજારમાં મલેશિયા અને ઇન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં રિફાઇન્ડ પામ ઓઇલ તથા અન્ય કાચાં ખાઘતેલોની આયાત થાય છે. આયાત ડ્યૂટીમાં વધારો થવાના કારણે ઘરઆંગણે ઘટતા જતા ભાવને ટેકો મળશે.

 (03:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS